ટીવી અપડેટ : એકતા કપૂરના શો ‘નાગિન 5’નું પહેલું ટીઝર રિલીઝ, હિના ખાન ઈચ્છાધારી નાગિન બની

0
2

મુંબઈ. એકતા કપૂરના સુપરનેચરલ શો ‘નાગિન’ની પાંચમી સીઝન ટૂંક સમયમાં આવશે. હાલમાં જ ‘નાગિન 4’ના ક્લાઈમેક્સ એપિસોડનું શૂટિંગ કરીને એકતા કપૂરે ‘નાગિન 5’નું ટીઝર રિલીઝ કર્યું હતું. હિના ખાન પહેલી જ વાર ઈચ્છાધારી નાગિનના રોલમાં જોવા મળશે.

હાલમાં જ ટીવી એક્ટર મોહિત મલ્હોત્રાએ કહ્યું હતું કે તે અને હિના ખાન ‘નાગિન 5’માં કામ કરી રહી છે. હવે ચેનલે શોનો પહેલો લુક રિલીઝ કર્યો છે. લુક રિલીઝ કરીને કહેવામાં આવ્યું હતું, ખુલેંગે બરસો પુરાને રાઝ ઔર સામને આયેગા સબસે બલશાલી નાગિન કા ચહેરા.

માત્ર એક જ દિવસમાં ટીઝર બનાવવામાં આવ્યું

હિના ખાને 29 જુલાઈના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી વેનિટીમાં મેકઅપ કરાવતો એક વીડિયો શૅર કર્યો હતો. હિના ખાન નાગિન લુકમાં તૈયાર થતી હતી. આ સાથે જ સોશિયલ મીડિયામાં ‘નાગિન 5’ના સેટ પરના કેટલાક વીડિયો પણ શૅર કર્યાં હતાં. બીજા જ દિવસે શોનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.

હિના ખાનનો સ્પેશિયલ રોલ

હિના તથા મોહિત મલ્હોત્રા ઉપરાંત શોમાં ધીરજ ધૂપર પણ જોવા મળશે. હિના તથા મોહિત શોમાં કેમિયો કરશે જ્યારે ધીરજ નેગેટિવ રોલમાં જોવા મળશે. શોમાં ‘ઈશ્કબાઝ’ ફૅમ સુરભી ચંદના પણ જોવા મળે તેવી શક્યતા છે.

‘નાગિન 4’ પછી તરત જ ‘નાગિન 5’ આવશે

એકતા કપૂરે લૉકડાઉનમાં જ ‘નાગિન 4’ને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. એકતાએ કહ્યું હતું કે નવી સીઝનમાં કંઈક અલગ જોવા મળશે. દર્શકો શોને ભૂલી ના જાય તે માટે ક્લાઈમેક્સ એપિસોડ બાદ તરત જ નવી સીઝન શરૂ કરવામાં આવશે.

શોની વાર્તા આવી હશે

હિના ખાન તથા મોહિત સિરિયલના શરૂઆતના એપિસોડમાં જ જોવા મળશે. બંને પાત્રોને મારી નાખવામાં આવશે અને પછી બદલો લેતી વાર્તા આગળ વધશે. હિના પહેલા કરિશ્મા તન્નાએ આ પ્રકારનો રોલ પ્લે કર્યો હતો.