ચંદ્ર પર પહેલો પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોન્ગે કહ્યું હતું કે, આ મનુષ્ય માટે ભલે નાનું પગલું હોય પરંતુ માનવ જાતિ માટે વિશાળ છલાંગ છે. અંતરિક્ષ સ્ટેશનનો ઉપયોગ અત્યાર સુધી ફક્ત વૈજ્ઞાનિક સંશોધનો માટે કરવામાં આવે કરવામાં આવતો રહ્યો છે. હવે અંતરિક્ષ યાત્રી સ્પેશ સ્ટેશનમાં બનેલા ફ્રેશ બિસ્કિટ પણ ખાઈ શકશે. જેના માટે એક સ્પેશ્યલ ઓવન પણ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું છે.
વર્ષ પુરુ થતા પહેલા બિસ્કીટ ચાખી શકશે એસ્ટ્રોનોટ્સ
અંતરિક્ષમાં બિસ્કીટ બનાવવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. એક સ્પેશ્યલ ઓવન સ્પેશમાં મોકલવામાં આવ્યું છે. અંતરિક્ષ યાત્રી અત્યાર સુધી પોતાની સાથે ડીહાઈડ્રેટેડ અથવા રાંધેલું ભોજન લઈ જતા હતા. હવે એસ્ટ્રોનોટ્સ તાજા બિસ્કીટની મજા માણી શકશે. અંતરિક્ષ યાત્રી 2019 ખતમ થયા પહેલા સ્પેસમાં બિસ્કીટ ખાઈ શકશે.
નાસાના પૂર્વ અંતરિક્ષ યાત્રી માઈક મૈસિમિનો(56)એ આ અંગેની જાણકારી આપી હતી. તેમને કહ્યું કે, એ જાણવું ઘણું રોમાંચિત હશે કે માઈક્રોગ્રેવિટી(શૂન્યાવકાશમાં) બેકિંગ (શેકવાની પ્રક્રિયા) કેવી રીતે કામ કરે છે. આ અંગે ઓવનને બે કંપનીઓ ‘ઝીરો જી કિચન’ અને ‘ડબલટ્રી બોય હિલ્ટન’ મળીને બનાવ્યું છે.
સ્પેસ ઓવન એક બેલનાકાર કંટેનર છે, જેને અંતરિક્ષ સ્ટેશનની માઈક્રોગ્રેવિટીમાં જમવાની વસ્તુઓને શેકવા માટે બનાવવામાં આવી છે. જ્યાં પૃથ્વી જેવું વાતાવરણ નથી, જ્યાં કૃત્રિમ વાતાવરણ બનાવી શકાય છે.
મૈસિમિનોએ કહ્યું કે, ઈતિહાસમાં આવું પહેલી વખત બનશે કે અંતરિક્ષ યાત્રી સ્પેશ સ્ટેશનમાં બનેલા બિસ્કીટ ખાઈ શકશે. એસ્ટ્રોનોટ્ને બિસ્કીટ ઘરની યાદ અપાવશે. અંતરિક્ષમાં ફ્રેશ બિસ્કીટ ખાવું એક મોટું પરિવર્તન હશે. મને નથી ખબર કે કેટલી કુકીઝ એક વખતમાં બનશે, પરતું તે ડિલીશીયસ હશે.
તેમને કહ્યું કે, આ સંશોધન ફક્ત અંતરિક્ષ યાત્રીઓના આનંદ માટે નથી. સ્પેસ ખાસકરીને વિજ્ઞાનના પ્રયોગ માટે છે. અત્યાર સુધી કોઈ નથી જાણતું કે માઈક્રોગ્રેવિટીમાં તેને કેવી રીતે શેકી શકાય. તેનો આકાર અને સ્વાદ કેવો હશે તેના વિશે પણ કોઈ ખ્યાલ નથી.