દિવાળીમાં સતત ઉપયોગમાં લેવાતા કિચનને નીટ એન્ડ ક્લીન રાખવાની આ 7 ટિપ્સ જાણી લો

0
10

ફેસ્ટિવ સીઝનમાં રસોડાનું કામ વધી જાય છે. નાસ્તા, મીઠાઈ અને ફરસાણ બનાવવાથી સતત રસોડું વ્યસ્ત રહે છે. જો તમે વાંરવાર ગંદાં થઈ રહેલા રસોડાને નીટ એન્ડ ક્લીન રાખવા માગો છો તો આ ટિપ્સ ફોલો કરો.

1. સાફ-સફાઈ

કિચનમાં સૌથી વધારે કાઉન્ટર ટોપ અને સિન્કનો ઉપયોગ થાય છે. તેથી તેને સાફ રાખવા જરૂરી છે. તેની સતત સફાઈ કરતા રહો.

2. ખાલી સિન્ક

પ્રયત્નો કરો કે સિન્ક હંમેશા સ્વચ્છ અને ખાલી રહે, જેથી દુર્ગંધ ન ફેલાય અને ગંદકી ન લાગે.

3. સફાઈ માટે ટૂલ્સ

કિચન નેપકિન્સ દરરોજ ધુઓ અને એવી જગ્યાએ રાખો કે તે સરળતાથી મળી રહે. વધારે પડતા ઉપયોગમાં લેવાતા ટોવેલ્સને દૂર કરો.

4. ટાઈલ્સ

કિચનથી જર્મ્સ દૂર કરવા જરૂરી છે તેથી ટાઈલ્સ રેગ્યુલર સાફ કરો. કાઉન્ટર ટોપની ટાઈલ્સ પર રેગ્યુલર સાફ કરો.

5. સ્પિલ ઈન ચેક

જ્યારે પણ રસોડામાં કશું ખાવાનું ઢોળાઈ જાય તો તેને તરત સાફ કરો. તેને લાંબા સમય સુધી રાખવાથી ગંદા ડાઘ પડી શકે છે.

6. કેબિનેટ્સ સાફ રાખો

કેબિનેટ્રીઝ પણ નિયમિત સાફ કરતા રહો. તેને સૂકા અને ભીના કપડાંથી લૂછો.

7. દરેક અપ્લાયન્સની અલગ જગ્યા રાખો

કિચનમાં દરેક ઈક્વિપમેન્ટ, ડબ્બા અને અપ્લાયન્સ માટે અલગ જગ્યા રાખો. પોટ્સ-પેન્સ, ક્લીનિંગ સપ્લાઈઝ અને સ્ટોરેજ કન્ટેનર્સ માટે અલગ ઝોન બનાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here