પટણા એરપોર્ટ ખાતે લેન્ડિંગ શક્ય ન બનતા ફ્લાઈટને કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ કરાઇ.

0
0

અમદાવાદથી પટણા જતી ફ્લાઇટને ખરાબ વાતાવરણના કારણે કોલકાતા ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સ્પાઇસ જેટની SG 8719 ફ્લાઇટ સવારે 5:55ના અમદાવાદથી પટના જવા માટે રવાના થઇ હતી. આ ફ્લાઇટ સવારે 7:45ના પટણા એરપોર્ટના ક્ષેત્રમાં પહોંચી ગઇ હતી. પરંતુ આ દરમિયાન જ ખરાબ હવામાન કારણ પટણા એરપોર્ટ ખાતે લેન્ડિંગ શક્ય બન્યું નહોતું.

વિમાનમાં સવાર મુસાફરોમાં ડરનો માહોલ સર્જાયો હતો. મુસાફરોનો જીવ તાળવે ચોટી ગયા હતા. વિમાનમાં સવાર એક મુસાફર દિનેશ રાજપૂતના જણાવ્યા મુજબ, અમદાવાદથી ઉપડેલી પટના ફ્લાઈટનું એરપોર્ટ પર લેન્ડિંગ ના થઇ શકી. પાઈલોટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખરાબ વાતાવરણના કારણે લેન્ડિંગ કરવું મુશ્કેલ છે. ત્યારે ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી.

ત્યારે આ વચ્ચે મુસાફરો ડરી ગયા હતા જોકે સમયસૂચકતા વાપરી પાયલોટે ફ્લાઈટને કોલકાતા એરપોર્ટ પર ઉતારી હતી. ફ્લાઇટ કોલકાતા ખાતે પહોંચતા મુસાફરોએ હાસકારો લીધો હતો.

જણાવી દઇએ, પાયલોટ દ્વારા આ પછી એટીસીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિમાનને ડાઇવર્ટ કરીને સવારે 8:10 કલાકે કોલકાતા એરપોર્ટ ખાતે લેન્ડ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here