Thursday, August 5, 2021
No menu items!
Homeભાવનગર : કોંગ્રેસમાંથી ગઈકાલ રાજીનામું આપનાર પૂર્વ નગરસેવીકા ભાજપનો ખેસ ધારણ કર્યો.
Array

ભાવનગર : કોંગ્રેસમાંથી ગઈકાલ રાજીનામું આપનાર પૂર્વ નગરસેવીકા ભાજપનો ખેસ ધારણ કર્યો.

ભાવનગર શહેર કોંગ્રેસના વોર્ડ નં.3 કરચલીયા પરાના પૂર્વ કોર્પોરેટર ગીતાબેન મેર પોતાના તમામ પદ પરથી ગઈકાલે કૉંગ્રેસ કાર્યાલય સાગર કોમ્પલેક્ષ ખાતે રાજીનામું આપ્યું હતું અને આજે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપ કાર્યાલય ખાતે ગીતાબેન મેર પહોંચી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચીને ગીતાબેન મેર પ્રમુખના હસ્તે ખેસ પહેરાવી આવકાર્યા હતા.

ગીતાબેન મેર ગઈકાલે રાજીનામું આપતા જણાવ્યું હતું કે મારા જેવી સંનિષ્ઠ કાર્યકર પર ખોટા આક્ષેપો કરી બદનામ કરવાનો પ્રયત્ન કરી રહી છે તેથી હું ખૂબ જ દુઃખી થઈ છું. કોંગ્રેસમાં મહિલાઓનું સન્માન ના થતું હોવાનું અને કોંગ્રેસમાં માથાભારે શખ્સોને સાચવવાના આક્ષેપ સાથે રાજીનામું આપ્યું હતું. આજે ભાજપમાં જોડતા કહ્યું હતું કે પાર્ટી જે પણ કાર્ય સોંપે તેને હું જવાબદારી પૂર્વક નિભાવવા તૈયાર છું. ગઈકાલે પૂછવામાં આવ્યું હતું કે કોઈ પાર્ટી સાથે જોડાવાના છો ત્યારે જણાવ્યું હતું કે અત્યારે હું કાઈ કહી શકું તેમ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments