Monday, January 24, 2022
Homeપાકિસ્તાનનો ભૂતપૂર્વ કેપ્ટન ભડક્યો : અફવા ફેલાવનારાઓ સામે લાલઘુમ.
Array

પાકિસ્તાનનો ભૂતપૂર્વ કેપ્ટન ભડક્યો : અફવા ફેલાવનારાઓ સામે લાલઘુમ.

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી આ દિવસોમાં ખૂબ જ ગુસ્સે છે.આફ્રિદીની ફરિયાદ છે કે તેમની પુત્રી અંગે સોશિયલ મીડિયા પર ખોટા સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છે. આફ્રિદી અનુસાર લોકો જાત જાતની અફવાઓ ફેલાવી રહ્યા છે.

તેમની પુત્રી બીમાર છે અને હોસ્પિટલમાં દાખલ છે, પાકિસ્તાની ટીવી ચેનલ જિઓ ટીવી અનુસાર, આફ્રિદીએ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારાઓને વધુ જવાબદાર બનવાની જરૂર છે અને તેઓએ આવી ખોટા સમાચાર ફેલાવવા ન જોઈએ. ખાસ કરીને કોઇના પરિવારને લઇને આવી વાતો ન કરવી જોઇએ.

શાહિદ આફ્રિદી 2 ડિસેમ્બરે એક અઠવાડિયા પછી લંકા પ્રીમિયર લીગ છોડીને પાકિસ્તાન પરત આવ્યો હતો. તેણે ટુર્નામેન્ટને અધવચ્ચે છોડી દેવાનું કોઈ કારણ આપ્યું ન હતું. તેમણે એટલું જ કહ્યું કે, વ્યક્તિગત ઇમરજન્સીના કારણે તે પાછો પાકિસ્તાન જઈ રહ્યો છે. તે જ સમયે, તેણે એમ પણ કહ્યું હતું કે જો પરિસ્થિતિ બરાબર હશે તો તે ટૂર્નામેન્ટમાં વાપસી કરશે. પરંતુ તે પાકિસ્તાન પરત આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર સમાચાર આવ્યા હતા કે આફ્રિદીની પુત્રી હોસ્પિટલમાં દાખલ છે.

 

દીકરી સાથે ફોટો શેર કર્યો

ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર એક ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો જેમાં બતાવવામાં આવ્યું હતું કે તેમની પુત્રી હોસ્પિટલના પલંગ પર પડેલી છે અને આફ્રિદી સામે ઉભો છે. અફવા ફેલાયા પછી પણ આફ્રિદી મૌન રહ્યો. તેણે ગત સપ્તાહે ઇન્સ્ટાગ્રામ પર તેની એક પુત્રી સાથેનો ફોટો શેર કર્યો હતો અને જન્મદિવસની શુભેચ્છા પણ આપી હતી. આફ્રિદીએ લખ્યું, ‘જન્મદિવસની શુભેચ્છા મારી પ્રિય પુત્રી. અલ્લાહનો આભાર.

આફ્રિદીને 5 પુત્રીઓ

આ વર્ષે ફેબ્રુઆરીમાં આફ્રિદી પાંચમી વખત પિતા બન્યો હતો. આફ્રિદીને પાંચ પુત્રી છે. પાકિસ્તાન તરફથી 20 વર્ષથી ક્રિકેટ રમનાર આફ્રિદીએ વનડેમાં 8 હજારથી વધુ રન બનાવ્યા છે. તાજેતરમાં, તેણે એલપીએલમાં LPL જાફના સ્ટેલેયન્સ સામે તોફાની અર્ધસદી ફટકારી હતી. શાહિદ આફ્રિદીએ જાફના સામે માત્ર 23 બોલમાં 58 રન બનાવ્યા હતા.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular