અમેરિકા : ટ્રમ્પે કહ્યું- ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થયો, કાશ્મીર મુદ્દે ચોથી વાર મધ્યસ્થીની રજૂઆત

0
0

વોશિંગ્ટન: જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી પાકિસ્તાન અને ભારતના સંબંધોમાં કવડાશ આવી ગઈ છે. કાશ્મીર મુદ્દે ત્રણ વાર મધ્યસ્થીની રજૂઆત કરી ચૂકેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર બંને દેશોની મદદ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તે સાથે જ તેમણે કહ્યું છે કે, બે સપ્તાહમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પહેલાં કરતાં ઓછો થઈ ગયો છે.

ફ્રાન્સમાં 26 ઓગસ્ટે જી-7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે બેઠક થઈ હતી. બંને નેતાઓ વચ્ચે કાશ્મીર મુદ્દે વાત થઈ હતી. આ દરમિયાન મોદીએ ટ્રમ્પ સામે મીડિયાને કહ્યું હતું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વીપક્ષીય મુદ્દો છે અને અમે દુનિયાના કોઈ પણ દેશને આ વિશે કષ્ટ આપવા નથી માંગતા. તેના બે સપ્તાહ પછી અમેરિકન રાષ્ટ્રપતિનું આ નિવેદન સામે આવ્યું છે.

મારા બંને દેશો સાથે સારા સંબંધ: ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, તમે જાણો છો એ પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરને લઈને ખેંચતાણ ચાલી રહી છે. મારા બંને દેશો સાથે સારા સંબંધો છે. હું તેમની મદદ કરવા માંગુ છુ અને તેઓ પણ આ વાત સારી રીતે જાણે છે.

ભારતે ટ્રમ્પના મધ્યસ્થતા પ્રસ્તાવને નકારી દીધો હતો
ફ્રાન્સમાં થયેલી બેઠકમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન મળીને તેમની સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. આ પહેલાં ટ્રમ્પે એક ચેનલે આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, કાશ્મી એક મુશ્કેલ સમસ્યા છે. બંને દેશો વચ્ચે દશકાઓથી મુશ્કેલીઓ ચાલી રહી છે. તેનો ઉકેલ લાવવા માટે મધ્યસ્થતા કરી શકુ છુ અથવા કઈક સારુ કરી શકુ છું.

ઈમરાન ખાને અમેરિકાની મુલાકાત કરી ત્યારે ટ્રમ્પે મધ્યસ્થતાની વાત કરી હતી
પાકિસ્તાન વડાપ્રધાન ઈમરાન ખાનની અમેરિકા યાત્રા દરમિયાન ટ્રમ્પે 22 જુલાઈએ પ્રથમ વખત મધ્યસ્થીની રજૂઆત કરી હતી. તેમણે આ પ્રસ્તાવની 2 ઓગસ્ટ અને 23 ઓગસ્ટે ફરી રજૂઆત કરી હતી. ઈમરાનના અમેરિકા પ્રવાસ સમયે ટ્રમ્પે કહ્યું હતું કે, મોદી બે સપ્તાહ પહેલાં તેમની સાથે હતા અને તેમણે કાશ્મીર મામલે મધ્યસ્થતાની વાત કરી હતી. જોકે ભારતીય વિદેશ મંત્રાલયે તે સમયે પણ નિવેદન આપીને ટ્રમ્પના દાવાને ખોટો ગણાવ્યો હતો. ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે આવી કોઈ વાત નથી થઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here