સુરત : પાંડેસરામાં 10 વર્ષની બાળકીની હત્યા થયા બાદ અંતિમયાત્રા નીકળી : હત્યારાને ફાંસીની સજા આપવાની માંગ.

0
9

શહેરના પાંડેસરા વિસ્તારમાં 10 વર્ષની બાળકીની હત્યા થયેલી લાશ મળી આવી હોય છે. આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે આજે બાળકની અંતિમયાત્રા પાંડેસરા વિસ્તારમાંથી નીકળી હોય છે. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હોય છે. અંતિમયાત્રામાં આવેલા સ્થાનિકો અને સમાજના લોકોએ હત્યારાઓને ફાંસીની સજા આપવાની માંગ કરી છે. લોકોએ હાથમાં બેનર અને સુત્રો લખીને હત્યારાઓને કડકમાં કડક સજા આપવા તંત્રને રજૂઆત કરતાં માંગ કરી છે. 10 વર્ષની બાળકીની પાંડેસરા પ્રેમ નગરમાં આવેલા ઘર પાસે હત્યા થયેલો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.બાળકી સાથે દુષ્કર્મ થયાની આશંકા પણ સેવવામાં આવી રહી છે.

મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રઆમાં જોડાયા હતાં.
મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રઆમાં જોડાયા હતાં.

સોમવારે બાળકી ગુમ થઈ હતી

ઉધનાના વિજયાનગરમાં મનીષ (નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે. તેમનો ભાઈ પાંડેસરામાં ભેદવાડના પ્રેમનગરમાં રહે છે. મનીષ અને તેની પત્ની મજૂરીકામ કરતાં હોવાથી દીકરો અને 10 વર્ષીય દીકરી નેહા (નામ બદલ્યું છે) ને તેમના ભાઈના ઘરે પ્રેમનગરમાં રાખતાં હતાં. સોમવારે બપોરે નેહા ગુમ થઈ હતી. પરિવારે તેની શોધખોળ કરી, પરંતુ તે મળી ન હતી. રાત્રે આશરે 9 વાગે પાંડેસરા પોલીસને જાણ કરતાં પોલીસે સીસીટીવી કેમેરા જોયા ત્યારે તે નેહા કોઈની સાથે જતી દેખાઈ હતી.

લોકોની માંગ હતી કે, આરોપીઓને વહેલી તકે કડકમાં કડક સજા કરવામાં આવે.
લોકોની માંગ હતી કે, આરોપીઓને વહેલી તકે કડકમાં કડક સજા કરવામાં આવે.

 

આરોપીએ કબૂલાત કરી

બાળકી સાથે જતી દેખાઈ તે દિનેશ ઉર્ફે પ્રદીપ ઉર્ફ ડિંગ્યા જીભો બૈસાણેને પોલીસે ઓળખી લીધો હતો. તે પણ પ્રેમનગર માં રહે છે. લોકોએ જ પ્રદીપને પકડી પોલીસને સોંપ્યો હતો. દિનેશે પોલીસ પાસે કબૂલી લીધું કે તેણે બાળકીને મારી લાશ ઝાડીમાં ફેંકી દીધી છે. તેથી રાત્રે 10 વાગે પોલીસ આરોપીને લઈ નેહાના મૃતદેહ પાસે પહોંચી હતી. આરોપીએ બાળકી સાથે બળાત્કાર કરીને તેના માથામાં પત્થર મારી ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી હતી. તેણે કબૂલાત કરી કે તેની સાથે આનંદ નામનો યુવક પણ હતો. પોલીસે આનંદને પકડી લીધો છે.

લોકોમાં આરોપીઓ પ્રત્યે ભારે રોષની લાગણી

લોકોમાં આરોપીઓ પ્રદીપ અને આનંદ પ્રત્યે ભારે રોષ છે. લોકોએ જ આરોપીઓને પકડીને પોલીસને સોંપ્યા હતા, પરંતુ ત્યારે લોકોને ખબર ન હતી કે બંનેએ બાળકી સાથે બળાત્કાર કરીને મારી નાખી છે. લોકોને આ વાતની ખબર પડતાં લોકોમાં આરોપીઓ પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો.

2 આરોપીને બીજા પોલીસ મથકે લઈ જવાયા

પાંડેસરા પોલીસ મથકથી પ્રેમનગર માત્ર એક કિમી છે. લોકોમાં ભારે રોષ હોવાથી લોકો પોલીસ સ્ટેશને આવી શકે એવી સંભાવના હોવાથી પોલીસ બંને આરોપીને મધરાત્રે અન્ય પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here