બાબા રામદેવનો દાવો- ગાંધી પરિવાર ઈચ્છતું નહોતુ કે મોદી-શાહ જીવતા રહે

0
17

યોગ ગુરુ બાબા રામદેવે કોંગ્રેસને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી એવું નહી ઈચ્છતા હતા કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જીવતા રહે. તેમણે કહ્યું કે, પી.ચિદમ્બરમે કાવતરું ઘડીને અમિત શાહને જેલ મોકલ્યા હતા. ચિદમ્બરમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફાંસી લગાવવા માંગતા હતા. રામદેવે આ નિવેદન સિમ્બાયોસિસ યુનિવર્સિટી કેમ્પસના ઉદ્ધાટન સમયે આપ્યું હતું.

દેશનો કાયદો તોડશો તો ચિદમ્બરમ જેવી હાલત થશેઃ

રામદેવે કહ્યું કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ઈચ્છા હતી જ નહી કે મોદી અને શાહ જીવતા રહે. પી.ચિદમ્બરમે કાવતરું ઘડીને અમિત શાહને જેલ મોકલ્યા હતા અને મોદીને ફાંસી આપવા માંગતા હતા. દેશનો કાયદો તોડવો અને ભગવાનનો કાયદો તોડવો બન્ને ખોટું છે. જો દેશનો કાયદો તોડશો તો ચિદમ્બરમ જેવી હાલત થશે.

રામદેવે કહ્યું, ગાંધી પરિવારની ઈચ્છા હતી કે અમિત શાહ જેલમાં જ મરી જાય. પ્રધાનમંત્રી મોદી ક્યારેય બદલાની ભાવનાથી કામ કરતા નથી. ચિદમ્બરમ પર નિશાનો સાધતા તેમણે કહ્યું કે, તેઓ પૂર્વ કાનૂન મંત્રી પણ હતા. તેમણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હોય કે, તેમણે પોતે કાયદાકીય કાર્યવાહીમાં ફંસાવું પડશે. એ જ કારણ છે કે તેમણે પોતાના કાર્યકાળમાં કાયદાનો ફાયદો ઉઠાવ્યો.

યોગગુરુનું કહેવું છે કે, ઈશ્વરના ઘરમાં અજવાળું છે, અંધારુ નથી. અમિત શાહને જેલ મોકલનારા ચિદમ્બરમ પોતે જ આજે જેલની હવા ખાઈ રહ્યા છે. રામ મંદિરને લઈને તેમણે કહ્યું કે દેશની આર્થિક પ્રગતિએ સૌની સામૂહિક જવાબદારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here