સુરત : નિયમોનું પાલન કરાવવા માટે પોલીસની ગાંધીગીરી,વાહનચાલકોને ગુલાબ આપ્યાં

0
12

સુરતઃબે દિવસ પછી ટ્રાફિકના નવા નિમયો અમલી થનારા છે ત્યારે શહેર પોલીસ દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે ગાંધીગીરી કરવામાં આવી હતી. શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ દ્વારા વાહનચાલકોને ઉભા રાખીને ગુલાબના ફૂલ આપવામાં આવ્યાં હતાં.

નિયમો લાગુ થાય બાદ ઘર્ષણ ન સર્જાય તે માટે પહેલ

ટ્રાફિકના નવા નિયમોમાં દંડની જોગવાઈ વધુ હોવાથી પોલીસ સાથે વાહનચાલકો ઘર્ષણમાં ન ઉતરે અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલ યોગ્ય રીતે કરે તે હેતુથી આ સમગ્ર ડ્રાઈવ યોજવામાં આવી હતી. શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવું અનોખું અભિયાન હાથ ધરાયું હતું. જેમાં મજૂરાગેટ શંખેશ્વર કોમ્પ્લેસ નજીક, ચોક બજાર, અઠવાગેટ, સહિતના અનેક વિસ્તારોમાં લોકો પોલીસની સકારાત્મક કામગીરી જોઈ આશ્ચર્યમાં પડી ગયાં હતાં. મહિલા પોલીસ કર્મચારીઓ પણ આ અભિયાનમાં જોડાયા હતાં.તમામ વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં PSI, ASI સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયાં હતાં. સિટી બસ, એમ્બ્યુલન્સ, શબ વાહીનીના ચાલક સહિત અનેક મોટા વાહનોને પણ ગુલાબ આપી પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના પાલનનો અનુરોધ કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here