Thursday, October 28, 2021
Homeનાણાંકીય વર્ષ 2021-22 માટેનું સામાન્ય બજેટ 1લી ફેબ્રુઆરીના રોજ રજૂ થશે :...
Array

નાણાંકીય વર્ષ 2021-22 માટેનું સામાન્ય બજેટ 1લી ફેબ્રુઆરીના રોજ રજૂ થશે : બજેટ સત્રની શરૂઆત 29મી જાન્યુઆરથી થશે.

નાણાંકીય વર્ષ 2021-22 માટેનું સામાન્ય બજેટ 1લી ફેબ્રુઆરી 2021ના રોજ રજૂ થશે. બજેટ સત્રની શરૂઆત 29મી જાન્યુઆરીથી થશે. સત્ર બે ભાગોમાં હશે. પહેલો ભાગ 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી અને બીજો હિસ્સો 8 માર્ચથી 8 એપ્રિલ સુધી હશે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) આ તારીખો અંગે ભલામણ કરી છે. આ અંગે અંતિમ નિર્ણય કેબિનેટ દ્વારા લેવામાં આવશે.

સત્રના પ્રથમ દિવસે 29 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બન્ને ગૃહોને સંબોધિત કરશે. બજેટ દરખાસ્ત પર ચર્ચા સત્રના બીજા ભાગમાં થશે. આ અગાઉ કોરોના મહામારીને લીધે સરકારે સંસદનું શિયાળુ સત્ર બોલાવ્યું ન હતું. CCPAએ કહ્યું છે કે સત્ર દરમિયાન કોરોના વાઈરસ સંબંધિત પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અગાઉ કહી ચુક્યા છે કે આ બજેટ અભુતપૂર્વ હશે. સરકારે પાસે નાણાંની તંગીને જોતા એવું માનવામાં આવે છે કે બજેટમાં કોવિડ સરચાર્જ લાગુ કરવામાં આવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments