રાજ્યમાં સામાન્ય ઠંડી યથાવત્ : ઠંડી ઘટતા લોકોને રાહત : નલિયા 12.1 ડિગ્રી : દિવસ-રાત્રીનું તાપમાન પણ વધ્યું.

0
3

ઉત્તર-પૂર્વીય પવનોની અસરને કારણે રાજ્યમાં શીત લહેર ફરી વળી હતી. જો કે, અઠવાડિયા બાદ આજે દિવસ અને રાત્રીના તાપમાનમાં વધારો થયો હતો. જેના કારણે લોકોને ઠંડીથી સામાન્ય રાહત મળી હતી. આજે પણ 12.1 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ત્યારે આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગ સેવી રહ્યું છે.

ઉત્તર ભારતમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સુધીના ભાગોમાં ઉત્તરના શીત પવનો ફૂંકાવાને કારણે જોરદાર ઠંડીનો અહેસાસ થયો હતો. જો કે, ગઇકાલ સાંજથી વાતવણર પલટાતા ગરમીમાં વધારો થતા લોકોને ઠંડીથી રાહત મળી છે. છેલ્લા 24 કલાક દરમિયાન તાપમાન વધી 30 ડિગ્રીની આસપાસ પહોંચી જતા બપોરના સમયે સામાન્ય ગરમી વર્તાઇ હતી. જો કે, હજુ રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેતા વહેલી પરોઢે ઠંડકનો અહેસાસ લોકો કરી રહ્યાં છે.

આજે અમદાવાદનું લઘુતમ તાપમાન વધી 16.7 ડિગ્રી પર પહોંચી જતા સવારે ફૂલગુલાબી ઠંડી વર્તાઇ હતી. આ ઉપરાંત ડીસા 12.6 ડિગ્રી, વડોદરા 14, સુરત 18.5, રાજકોટ 15.3, કેશોદ 12.4, ભાવનગર 15.9, પોરબંદર 15.6, ઓખા 19.3, ભૂજ 13.2, નલિયા 12.1, સુરેન્દ્રનગર 14.5, કંડલા 13.6, અમરેલી 14.8, વલસાડ 14.5 અને વીવી નગરનું લઘુતમ તાપમાન 14.9 ડિગ્રી નોંધાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here