જેતપુર-જામકંડોરણા કોંગ્રેસમાં સર્જાયું ભંગાણ
કોંગ્રેસના પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રીએ આપ્યું રાજીનામું
શારદાબેન વેગડાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ
રાજકોટ જીલ્લાના જેતપુર જામકંડોરણા કોંગ્રેસમાં સતત ભંગાણ થઈ રહ્યું છે, થોડા દિવસ પહેલા જેતપુર અને જામકંડોરણા તાલુકા પ્રમુખે પાર્ટીના તમામ હોદ ઉપરથી રાજીનામું આપ્યું હતું અને આજરોજ ગુજરાત કોંગ્રેસ મહિલા મોરચાના પ્રદેશ મહામંત્રી શારદાબેન વેગડા એ રાજીનામુ આપતા જેતપુર કોંગ્રેસ માં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસ દ્વારા જેતપુર વિધાનસભા બેઠક ઉપર તેના ઉમેદવાર જાહેર થવા સાથે જ જેતપુર વિધાસભા બેઠક ઉપર કોંગ્રેસ માં નારાજગીનો દોર શરૂ થયો હતો. અહીં કોંગ્રેસના ઉમેદવારની પસંગીને લઈને કોંગ્રેસમાં નારાજગી જોવા મળી આવી હતી. જેને લઇ આજરોજ ગુજરાત મહિલા મોરચાના પ્રદેશ મહામંત્રી શારદાબેન વેગડાએ ઉમેદવારીની દાવેદારી નોંધાવી હતી અને આજે તેવો એ એક વિશાળ જાહેર સભા યોજીને તેવો એ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું હતું. જાહેર સભામાં કોંગ્રેસના ઉમેદવારને નિશાન બનાવી આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.