ગૂગલે કર્મચારીઓને આપી ગીફ્ટ, વર્ક ફ્રોમ હોમ હવે જૂન 2021 સુધી થઈ શકશે

0
4

કોરોના વિશ્વભરમાં ફેલાઈ ગયો છે, જેમાં ઘણી કંપનીઓ અને ઓફિસો બંધ છે. કોરોના કટોકટી દરમિયાન, ઘણી કંપનીઓ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા આપી રહી છે. નોંધનીય છે કે, ગૂગલે તેના કર્મચારીઓને આવી સુવિધાઓ પણ પૂરી પાડી છે, જેનો સમયગાળો આવતા વર્ષ સુધી જૂન સુધી વધારવામાં આવ્યો છે.ટેકનોલોજીની દિગ્ગજ કંપનીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેના કર્મચારીઓ જુલાઈ 2021 સુધી ઘરેથી કામ કરી શકે છે. ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇંકના સીઇઓ સુંદર પિચાઇએ પણ આ સંદર્ભમાં કર્મચારીઓને એક ઇમેઇલ મોકલ્યો છે.

કર્મચારીઓને આગળનું પ્લાનિંગ આપવા માટે અમે વર્ક ફ્રોમ હોમ વિકલ્પ 30 જૂન, 2021 સુધી લંબાવી રહ્યા છીએ. આ તે લોકો માટે હશે જેમને ઓફિસમાંથી કામ કરવાની જરૂર નથી. સુંદર પિચાઈએ કેટલાક વરિષ્ઠ ગુગલ અધિકારીઓની સલાહ સાથે નિર્ણય લીધો હતો. વોલ સ્ટ્રીટ જર્નલલે ગૂગલની ઘોષણાની જાણ કરી. ગૂગલના 2 મિલિયનથી વધુ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો આનો લાભ મેળવશે. અગાઉ, ગૂગલે જાન્યુઆરી સુધી ઘરેથી કામ કરવાનો વિકલ્પ રાખ્યો હતો.

ગૂગલના નિર્ણયને પગલે, ટેકનોલોજી ક્ષેત્ર સહિત અન્ય મોટી કંપનીઓ હવે તેમના કર્મચારીઓ માટે ઘરેથી કામકાજની મુદત લંબાવે તેવી અપેક્ષા છે. કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં, કંપનીઓ તેમના કર્મચારીઓની કાળજી લેતી હોય તેવું લાગે છે.કેટલીક ટેક કંપનીઓએ આશા વ્યક્ત કરી છે કે, તેઓ આગામી મહિનાઓમાં ધીરે ધીરે ઓફિસ શરૂ કરશે. સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ દ્વારા અનિશ્ચિત સમય માટે કામ કરી શકે છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ કહે છે કે સોશિયલ મીડિયા કંપનીઓમાં લગભગ અડધા કર્મચારીઓ આવતા દાયકામાં ઘરેથી કામ કરશે