રાજકોટ : બાળકીએ પી.આઇ ને કરી સલામ, વળતા જવાબમાં પીઆઇ સુખવિંદરસિંગ ગડુંએ નીચે બેસીને કરી સેલ્યુટ

0
0
  • બજરંગવાડી વિસ્તારમાં પીઆઇ સહિતના પોલીસકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું 
  • પોલીસે જરૂરિયાતમંદ લોકોને રાશનની કિટનું વિતરણ કર્યું

રાજકોટ. કોરોના કાળ બનીને સર્વત્ર ઘુમી રહ્યો છે, ડોક્ટર્સ અને પોલીસ જોખમ સાથે લોકોની જિંદગી બચાવવા લડી રહ્યા છે, ત્યારે આજે રાજકોટમાં આર.કે.રેસીડેન્સીના લોકોએ પોલીસના સન્માનનો એક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં દિલમાં જુસ્સો અને પોલીસ બનવાના અરમાનો સેવતી સાત વર્ષની માસૂમ પુષ્ટિ સુનિલભાઇ યાદવ નામની દીકરીએ પપ્પાને હળવેકથી કાનમાં કહ્યું, મારે પોલીસને સલામ કરવી છે.

એક જવાનની અદામાં સલામ કરી

સમય હતો સન્માનનો અને કદાચ દીકરીને મનમાં પણ આ નાની ઉંમરે કોરોના સામે લડવાની ભાવના પ્રબળ બની હશે, દીકરી પહોંચી પીઆઇ સુખવિન્દસિંઘ ગડ્ડુ પાસે અને એક જવાનની અદામાં બે પગ સીધા ખભા ટટ્ટાર અને હાથને કપાળ પર રાખીને સલામ કરી આ સલામ કદાચ સમગ્ર પોલીસબેડા માટે સૌથી મોટું સન્માન કહી શકાય, દીકરીની સલામ સાથે જાંબાઝી ભર્યો ચહેરો જોઇ ગડ્ડુ કાયલ બની ગયા અને કદાવર શરીર એક જ ક્ષણમાં ગોઠણભેર બેસી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here