ટ્રેનમાં હિંદી બોલવાથી ગાળો આપવા લાગી યુવતી, પછી ટીટીએ કરી પ્રશંનીય કામગીરી

0
47

વેલિંગ્ટન, તા. 13 ઑગસ્ટ 2019, મંગળવાર

ન્યુઝીલેન્ડમાં એક અનોખી ઘટના સામે આવી છે. ટ્રેનમાં સાથી મુસાફરની હિંદીમાં વાત કરવાથી એક યુવતી એટલી બધી નારાજ થઇ કે તેણે યુવકને ગાળો આપવાની શરૂ કરી દીધી. જ્યારે આ વાતની જાણ ટ્રેનના ટીટીને કરવામાં આવી ત્યારે એમણે યુવતીને ટ્રેનમાંથી ઉતારી દીધી. આ નિર્ણયના કારણે લોકો મહિલા ટીટીની પ્રશંસા કરે છે.

મળતી માહિતી અનુસાર, ન્યુઝીલેન્ડના શહેર વેલિંગ્ટનની ઉપર હટ વિસ્તાર માટે મેટલિન્ક ટ્રેન ચાલે છે. આ ટ્રેનમાં એક ભારતીય મૂળ વ્યક્તિ પોતાની પત્ની સાથે ફોનમાં હિંદીમાં વાત કરતો હતો. એ સમયે આ વ્યક્તિની પાસે બેસેલી એક યુવતી એટલી હદે નારાજ થઇ કે તે ભારતીય વ્યક્તિ પર બૂમો મારવા લાગી અને હિંદીમાં વાત કરવાથી નારાજગી દર્શાવી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, છોકરીએ ભારતીય વ્યક્તિને કહ્યું કે, તમારા દેશમાં ચાલ્યા જાઓ, અહીંયા તમારી ભાષામાં વાત ન કરો. આ સમયે આ સમગ્ર ઘટનાની માહિતી કોઈએ ટ્રેનના ટીટી જેજે ફિલિપને આપી દીધી. ફિલિપે ઘટના સ્થળે આવી અને ઘટના અંગે જાણકારી મેળવી. મળતી માહિતી અનુસાર, ટીટીએ યુવતીને ઘણી વખત સુચના આપી તે છતાં યુવતીએ ગુસ્સો કરવાનો બંધ ન કર્યો માટે ટીટીએ યુવતીને ટ્રેનમાંથી ઉતરી જવા માટે આદેશ આપી દીધો.

આરોપી મહિલા ટ્રેનમાંથી ઉતરવા માટે રાજી ન થઈ તો ટીટીને પોલીસ બોલાવવાની ધમકી આપવી પડી ત્યારબાદ યુવતી ટ્રેનમાંથી ઉતરી ગઈ. આ ઘટનાને કારણે લોકો મહિલા ટીટીની પ્રશંસા કરી રહ્યા છે. વેલિંગ્ટનના મેયર જસ્ટિન લેસ્ટરે પણ મહિલા ટીટીની પ્રસંસા કરી. એટલું જ નહીં ટીટીને શહેરનો સિવિક સેફ્ટી એવોર્ડ આપવાની જાહેરાત પણ કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here