Friday, April 19, 2024
Homeબાર્બી ડોલ બનાવવાની ઈચ્છામાં આ યુવતીએ લીધા ૧૭ એસીડ લીપ ઈન્જેકશન
Array

બાર્બી ડોલ બનાવવાની ઈચ્છામાં આ યુવતીએ લીધા ૧૭ એસીડ લીપ ઈન્જેકશન

- Advertisement -

દરેક વ્યક્તિમાં કોઈના કોઈ બાબતને લઈને વિચિત્ર શોખ હોય છે. કોઈને મોંઘા કપડા પહેરવાનો શોખ હોય છે તો કોઈને સુંદર દેખાવાનો હોય છે. પરંતુ જયારે આ જુનુન હદથી વધી જાય છે તો આ મજાકનો વિષય પણ બની જાય છે. બુલગેરિયાની રહેનારી ૨૨ વર્ષીય એન્ડ્રીયા ઈવાનોવા તેમાંથી જ એક છે. તેને બાર્બી ડોલ બનવાનું ભૂત ચડ્યું હતું. તેના કારણે અત્યાર સુધી તે લગભગ ૧૭ એસીડ લીપ ઇન્જેક્શન લગાવી ચુકી છે.

૨૨ વર્ષીય એન્ડ્રીયા દુનિયામાં સૌથી મોટા હોઠ વાળી યુવતીનો રેકોર્ડ પોતાના નામે નોધાવવા ઈચ્છે છે. તે તેના માટે કંઈપણ કરવા માટે તૈયાર છે. સપ્ટેમ્બર મહિનામાં એન્ડ્રીયાએ ૧૫ લીપ ઇન્જેક્શન લગાવ્યા છે અને તે હજુ પણ તે ઘણી અન્ય મુશ્કેલ પ્રક્રિયાઓમાંથી પસાર થશે. એન્ડ્રીયા સોફિયા યુનિવર્સીટીમાં જર્મન ફિલોજોજીનો અભ્યાસ કરે છે.

એન્ડ્રીયાએ છેલ્લા વર્ષે પોતાના ટ્રાન્સફોર્મેશનના સફરની શરૂઆત કરી હતી. તેમના મુજબ કેટલાક લોકોને તેમના મોટા હોઠ પસંદ છે જયારે તેમના પહેલા વાળા લુકને પસંદ કરતા હતા. તેમ છતાં એન્ડ્રીયાને તેનો ફર્ક પડતો નથી. તેમના માટે તેમની પસંદ સૌથી મહત્વની છે. એન્ડ્રીયાનું પોતાનું ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે અને તેમના ૧૫૦૦૦ ફોલોવર્સ છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઘણી સેલ્ફી પોસ્ટ કરતી રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular