દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કથોલિયા ગામે બે મહિના અગાઉ યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જે પ્રકરણમાં નવો વળાંક સામે આવ્યો છે. જેમાં મૃતક યુવતીની સગાઈ જે છોકરા સાથે થઈ હતી તેની સાથે બોલાચાલી થતા અને યુવકે યુવતીને મોબાઇલ પર બેફામ ગાળો બોલતા યુવતીએ આત્મહત્યા કરી હોવાના આક્ષેપો સાથે મૃતક યુવતીની બહેને જિલ્લા પોલીસવડા તેમજ પંચમહાલ આઈજી ને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે. લીમખેડા તાલુકાના કથોલીયા ગામે દેહધા રહેતા ૨૧ વર્ષીય આરતીબેન બાબુભાઈ દેહધા એ પોતાના ઘરમાં ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી
ત્યારે આ મામલે ન્યાયની માંગણી સાથે મૃતક આરતી બહેનની બહેન સુલોચનાબેન બાબુભાઈ દેહધા દ્વારા દાહોદ જિલ્લા પોલીસવડા તેમજ પંચમહાલ રેન્જ આઈજી ને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે પોતાની બહેનની સગાઈ લીમખેડા તાલુકાના ઉસરા ગામે રહેતો અલ્પેશભાઈ ઉર્ફે વિપુલભાઈ ગોપાલભાઈ મુનિયા સાથે સગાઈ થઈ હતી ત્યારે ગત તારીખ ૨ એપ્રિલના રોજ આરતી બહેન અને અલ્પેશ ભાઈ વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી જેને પગલે બંને વચ્ચે મોબાઇલ ફોન તેમજ સોશિયલ મીડિયા માધ્યમથી વાતચીત થઈ રહી હતી અને જેમાં અલ્પેશભાઈ દ્વારા મૃતક આરતીબહેનને બેફામ ગાળો બોલી આરતીબહેનને પોતાના મોબાઈલમાંથી બ્લોક કરી નાખ્યા હતા જે બાબતે આરતીબેનને મનમાં લાગી આવતા ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી ત્યારે મૃતક આરતી બહેનની બહેન સુલોચના બહેન દ્વારા પોતાની બહેનને ન્યાય મળે તે માટે અલ્પેશભાઈ ઉર્ફે વિપુલભાઈ મુનિયા પોતાની બહેનના મોતનો જવાબદાર હોવાને કારણે અલ્પેશભાઈ ઉર્ફે વિપુલભાઈ મુનિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે.