ચોથા માળની બાલ્કની પરથી લપસી જતો બાળકીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. હવે એ બાળકીની માતા તેના જ એપાર્ટમેન્ટમાંથી મૃત અવસ્થામાં મળી આવી છે.ગયા મહિને 29 એપ્રિલે એક વીડિયો સામે આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. આમાં એક બાળકી ચોથા માળની બાલ્કની પરથી લપસી ગઈ હતી, જે પછી પડોશીઓએ તેને બચાવી લીધી હતી. લોકોએ આ બાળકીની મમ્મીને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરી હતી અને ટોણા માર્યા હતા. હવે આ જ મહિલા તેના એપાર્ટમેન્ટમાં મૃત મળી આવી છે.
તમિલનાડુના કોઈમ્બતુરમાં આ મહિલા તેના એપાર્ટમેન્ટમાં બેભાન મળી આવી, જેને તરત જ તેના પરિવાર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી હતી. મહિલા કથિત રીતે કેટલાક સમયથી ટ્રોલિંગ અને લોકોના ટોણાથી પરેશાન હતી.વાસ્તવમાં, ગયા મહિને 29 એપ્રિલે ચેન્નઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં એક બાળકી ચોથા માળની બાલ્કનીમાંથી લપસી પડી હતી. જે બાદ પડોશીઓએ તેને બચાવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. ઘણા પડોશીઓ તે બાળકીને પકડવા માટે બેડશીટ પકડીને ઉભેલા જેવા મળે છે. આ પછી બારીમાંથી બાળકીને બચાવી લેવામાં આવી. બાળકી તો બચી ગઈ પણ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
આ સમગ્ર ઘટના બાદ બાળકીની માતા રામ્યાને બેદરકાર કહીને ઓનલાઈન ટ્રોલ કરવામાં આવી. વીડિયો પર લોકોએ પાડોશીઓની પ્રશંસા કરી અને છોકરીના માતા-પિતાને ખૂબ જ મ્હેણાં-ટોણા માર્યા. લોકોએ કહ્યું- ‘કેવી બેદરકાર માતા છે?’ બાળકને નથી સંભાળી શકતી. તારી ભૂલને કારણે તેનો જીવ જતો રહ્યો હોત.’ જોકે, પાડોશીઓનું કહેવું છે કે રામ્યા બાળકની સારી દેખરેખ રાખતી હતી અને બાળકનું પડવું માત્ર એક દુર્ઘટના હતી.
આ ઘટના બાદ રામ્યા તેની દીકરીને તેના માતા-પિતાના ઘરે કરમાદાઈ લઈ ગઈ હતી. પરંતુ ગયા રવિવારે રામ્યા ઘરે બેભાન અવસ્થામાં મળી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ઘટના સમયે મહિલા બાળક સાથે ઘરમાં એકલી હતી. કરમાદાઈ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે.