Friday, March 29, 2024
Homeઅમદાવાદ : પ્રેમિકાએ પ્રેમી સાથે બર્થ ડેના દિવસે જ હોટલમાં મારઝૂડ કરી.
Array

અમદાવાદ : પ્રેમિકાએ પ્રેમી સાથે બર્થ ડેના દિવસે જ હોટલમાં મારઝૂડ કરી.

- Advertisement -

અમદાવાદમાં પતિ- પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો છે જેમાં યુવકના જન્મદિવસે પ્રેમિકા અમદાવાદ આવી હતી. બંને હોટલમાં મળ્યા હતા પરંતુ હોટલમાં ઝઘડો થતાં યુવક ઘરે આવી ગયો હતો. પ્રેમિકા ગુસ્સે થઇ યુવકના ઘરે પહોંચી ગઈ હતી અને તેમની વચ્ચેના સંબંધોની તેની પત્નીને જાણ કરી હતી. એક બાળકની માતા એવી પ્રેમિકાએ યુવક સાથે જ રહેવાની જીદ પકડી હતી જેથી યુવકની પત્નીએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમે યુવતીને સમજાવી હતી કે તમારા બાળકનું વિચારો અને શાંતિથી વાતનું નિરાકરણ લાવો પહેલા સુરત તેમના બાળક પાસે જાઓ અને ત્યાં જઈ બંને વાતચીત કરી નિરાકરણ લાવવા સમજાવ્યા હતા.

પત્ની રિસામણે જતા પતિ એક સંતાનની માતાના પ્રેમમાં પડ્યો

અમદાવાદના પોશ ગણાતાં એવા થલતેજ વિસ્તારમાં અજય અને શ્વેતા (નામ બદલ્યા છે)ના ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતાં. લગ્નના 6 મહિના બાદ સાસુ સાથે ઝઘડાઓ થતાં સ્નેહા પિયર રિસામણે જતી રહી હતી. એક વર્ષ સુધી રિસામણે રહેતા અજય સાથે કોઈ વાતચીત થતી ન હતી. દરમ્યાનમાં અજયને સુરતમાં રહેતી અને એક બાળકીની માતા એવી મિતાલી (નામ બદલ્યું છે) સાથે મિત્રતા થઈ હતી અને જે પ્રેમમાં પરિણમી હતી. બંને સાથે બિઝનેસ કરતા હતા. બિઝનેસ કરતા હોવાથી ઘરે આવતા જતા હતા. જો કે ઘરે કોઈને આ સંબંધો અંગે જાણ ન હતી.

હોટલમાં બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો

6 મહિના પહેલા સમાધાન કરી શ્વેતા તેના સાસરીમાં પરત ફરી હતી. અજય ને મિતાલી સાથે સંબંધો ચાલુ હતા. અજયનો જન્મદિવસ હોવાથી મિતાલી સુરતથી અમદાવાદ આવી હતી. અજયને જબરદસ્તી હોટલમાં બોલાવ્યો હતો. હોટલમાં બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો અને અજય સાથે મિતાલીએ મારઝુડ પણ કરી હતી. જેથી અજય ઘરે આવ્યો હતો અને મિતાલી ગુસ્સે થઈ અજયના ઘરે આવી તેમની વચ્ચેના સંબંધો અંગે જાણ કરી હતી. અજય સાથે સંબંધો ન રાખી પરંતુ સુરત જવા કહ્યું હતું પરંતુ મિતાલીએ અજય સાથે જ રહેવાની જીદ પકડી હતી. જેથી મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી.

મહિલા હેલ્પલાઈનની ટીમે પ્રેમિકાને કહ્યું એક બાળકીના માતા છો તેનું પણ વિચારો

મહિલા હેલ્પલાઈનની ટીમે સમજાવ્યુ હતું કે તમે એક બાળકીના માતા છો તેનું પણ વિચારો. આ પરિવાર તમને સુરત મુકવા આવશે. સુરત જઈ અને તમે શાંતિથી આ બાબતે વિચાર કરજો. આ પણ પરિવાર બની તમને મુકવા સુરત આવશે. સમજાવટ બાદ મિતાલી સુરત જવા તૈયાર થઈ હતી અને અજયનો પરિવાર તેને સુરત મુકવા ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular