Friday, June 13, 2025
HomeગુજરાતGUJARAT: યુવતીને ભગાડી જનારા યુવાનનું ઘર યુવતીના પરિવારજનોએ સળગાવ્યું

GUJARAT: યુવતીને ભગાડી જનારા યુવાનનું ઘર યુવતીના પરિવારજનોએ સળગાવ્યું

- Advertisement -

મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતો યુવાન વાંકાનેરની યુવતીને ભગાડી ગયો હતો. અને પોલીસ મથકે હાજર થયા બાદ યુવતી પોતાના પરિવાર સાથે તેના ઘરે જતી રહી હતી. છતાં આ બાબતનો ખાર રાખી યુવતીના પરિવારજનોએ યુવાનનું મકાન સળગાવી દઈ અને ફોન પર આખા પરિવારને સળગાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

રામકૃષ્ણ બ્લોક નં. 4 ગોપાલ સોસાયટી સામે રહેતા રાજેશભાઈ ડાયાભાઈ ચાવડા (ઉ.વ. 51) ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેમનો દીકરો કાનજી ઘરેથી કામે જવાનું કહીને નીકળી ગયા બાદ ઘરે આવેલ નહિ. અને વાંકાનેરથી દસ બાર માણસો ઘરે આવ્યા જેને તમારો દીકરો કયાં છે તેમ પૂછતાં તે સવારનો કામ પર ગયો છે તેમ જણાવ્યું હતું. તેઓ તમારો દીકરો છોકરીને ભગાડી લઈ ગયો છે તેવી વાતચીત કરી જતા રહ્યાં હતાં.બાદમાં તેમનો દીકરો કાનજી અને યુવતી બંને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન હાજર થયાની જાણ થતા તેઓ તેની પત્ની અને નાની બંને દીકરીઓ તેમજ ધર્મના બનાવેલ બેનના પતિ જાવેદ ઈબ્રાહીમ સિપાઈ બધા ઘરને તાળું મારી વાંકાનેર ગયા હતાં. અને વાંકાનેરથી પાછા આવતા હતા. ત્યારે રાત્રીના બાર સવા બાર વાગ્યે લજાઈ ચોકડી નજીક પહોંચ્યા ત્યારે પાડોશી લાલભાઈ ઠાકોરનો ફોન આવ્યો કે, તમારૂ મકાન સળગે છે.જેથી ઘરે પહોંચી જોતા આખું ઘર સળગેલ હાલતમાં હતું જેમાં ઘરવખરીનો સામાન  બળી ગયો હતો. ઘરમાં રાખેલ ડોક્યુમેન્ટ ટીવી, ફ્રીજ, કબાટ અને સેટી પલંગ સહિતનો સામાન સળગી ગયો હતો. આજુબાજુના પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું કે એક રીક્ષામાં બે મહિલા અને બે ભાઈઓ એમ ચાર વ્યક્તિઓ આવી મકાન સળગાવી જતા રહ્યાં હતાં. તેમજ ફોન પર યુવતીના ભાઈએ હવે પછી તારો દીકરો મારી બેનનું નામ લેશે તો આખા ઘરને જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી. મોરબી બી.ડીવીઝન પોલીસમાં બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઇ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular