દહેગામ : નજુપુરા ગામની ૧૪ વર્ષની યુવતીને ફોસલાવીને લગ્ન કરવાના ઈરાદાથી કરાયું અપહરણ, યુવતીના પિતાએ દહેગામ પોલીસ સ્ટેશન લખાવી ફરીયાદ

0
19

  • દહેગામ તાલુકાના નજુપુરા ગામે તાબે મોટી પાવઠીમા રહેતી ૧૪ વર્ષ યુવતીને કોઈ વ્યક્તિએ અમારા કાયદેસરના વાલીપરામાંથી લલચાવી ફોસલાવીને લગ્ન કરવાના ઈરાદાથી અપહરણ કરી લઈ ગયેલ છે તેવી ફરીયાદ યુવતીના પિતા મહેંદ્રભાઈ ગાભાજી ચૌહાણે દહેગામ પોલીસ સ્ટેશન લખાવી છે.
  • તારીખ ૨૨/૨/૨૦૨૦ ના રોજ બપોરના ૧ થી ૨ ના સમયમા આ યુવતીએ પોતાના થેલામા કપડા, ૩૦,૦૦૦ રોકડા લઈને ઘરેથી ફરાર થઈ ગઈ હતી.
  • આ યુવતીએ ઘર છોડવાની હકીકત ચીઠ્ઠીમા લખેલી ચીઠ્ઠી ઘરમાંથી મળી આવી છે.
  • સગીર વયની યુવતી કોઈ યુવાન સાથે ભાગી જતા સમગ્ર વિસ્તારમા ચકચાર મચી જવા પામ્યો છે.
  • ધોરણ ૯ મા અભ્યાસ કરતી આ યુવતીને કોઈ યુવક સાથે પ્રેમ થઈ જતા તે ઘરેથી ભાગી જવા પામી છે.

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here