વડોદરા ના સુરસાગર તળાવમાં પડતુ મૂકીને યુવતીનો આપઘાત, પોલીસે પરિવારજનોની શોધખોળ હાથ ધરી

0
22

વડોદરા: વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગરમાં યુવતીએ પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. ફાયર બ્રિગેડની ટીમે યુવતીના મૃતદેહને બહાર કાઢીને સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. તો બીજી બાજુ રાવપુરા પોલીસે સુરસાગરમાં પડતું મૂકીને આપઘાત કરી લેનાર આ યુવતીના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે. આ યુવતીએ કયા કારણોસર આપઘાત કરી લીધો હતો. તે અંગેની વિગત તેના પરિવારજનો મળ્યા બાદ બહાર આવશે. હાલ રાવપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here