ગોધરાની યુવતી 3 માર્ચે જૈન ધર્મની દીક્ષા લેશે, તે પહેલા તેને મતદાન કરવાની પોતાની ફરજ પૂર્ણ કરી

0
5

પંચમહાલ જિલ્લાના ગોધરાની યુવતી આગામી 3 માર્ચે જૈન ધર્મની દીક્ષા લેવા જઇ રહી છે. જોકે દીક્ષા લેતા પહેલા યુવતીએ આજે મતદાન કર્યું હતું. આમ યુવતીએ સંસાર ત્યાગ કર્યાં પહેલા સૌથી મોટું દાન કર્યું હતું.

યુવતીએ સંયમ માર્ગે જતા પહેલા મતદાન કર્યું

રાજ્યભરમાં આજે જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે મતદારોમાં મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના ગોધરાની યુવતી કાંચી શાહે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સૌથી રોચક અને મહત્વપૂર્ણ વાત એ છે કે, કાંચી શાહ આગામી 3 માર્ચે સંસારનો ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવવા જઈ રહી છે. માત્ર ગણતરીના દિવસો જ પોતાના પરિવારજનો સાથે વિતાવવાની તક છે, ત્યારે આજે લોકશાહીના પર્વને સૌથી મોટો દિવસ એટલે કે મતદાનનો દિવસ છે, એ માટે કાંચી શાહે સમય કાઢી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

યુવતી કોમર્સ ગ્રેજ્યુએટ છે

ગોધરાની કાંચી શાહ હાલ ગોધરાના મકનકુવા વિસ્તારમાં રહે છે, તે કોમર્સ ગ્રેજ્યુએટ થયેલી છે. આગામી 3 માર્ચે જૈન ધર્મની દીક્ષા લેવા જઈ રહી છે. જોકે દીક્ષા લીધા પહેલા તેને મતદાન કરવાની પોતાની ફરજ પૂર્ણ કરી હતી.

ગોધરાની યુવતી આગામી 3 માર્ચે જૈન ધર્મની દીક્ષા લેવા જઇ રહી છે

ગોધરાની યુવતી આગામી 3 માર્ચે જૈન ધર્મની દીક્ષા લેવા જઇ રહી છે

લોકોને મતદાન કરવાની અપીલ કરી

ગોધરાની કાંચી શાહે જણાવ્યું હતું કે, મે મારા મતદાનનો ઉપયોગ કર્યો છે, સૌ-કોઇને મારી અપીલ છે કે, તમે પણ તમારા મતદાનનો ઉપયોગ કરજો.

પંચમહાલ જિલ્લા-તાલુકા પંચાયત અને 2 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન

પંચમહાલની જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને ગોધરા તથા શહેરા નગરપાલિકાની ચૂંટણી માટે આજે સવારથી જ મતદાન શરૂ થયું છે. પંચમહાલ જિલ્લામાં 1197 મતદાન મથકોમાં 11,28,461 મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે. જિલ્લામાં ચૂંટણી દરમિયાન અનિચ્છીય બનાવ ડામવા અને શાંતીમય ચુંટણી પુર્ણ કરવા 1725 પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here