સોના-ચાંદી બજાર આજે ભાવ ઘટતાં અટકી ફરીવધી આવ્યા

0
4

મુંબઈ સોના-ચાંદી બજાર આજે ભાવ ઘટતાં અટકી ફરીવધી આવ્યા હતા. વિશ્વ બજારના સમાચાર ઘટયા ભાવથી મજબુતાઈ બતાવતા હતા. વિશ્વ બજારમાં ડોલર વધ્યા મથાળેથી નીચો ઉતરતા તથા અમેરિકામાં બોન્ડ અને ટ્રેઝરીની યીલ્ડ-વળતરમાં પણ ઉંચેથી પીછેહઠ દેખાતાં વિશ્વ બજારમાં સોનામાં નીચા મથાળે ફંડોનું બાઈંગ ફરી શરૂ થયાના સમાચાર મળ્યા હતા.

વૈશ્વિક સોનાના ભાવ આજે ઔંશના ૧૭૨૪થી ૧૭૨૫ ડોલરવાળા વધી સાંજે ૧૭૩૭થી ૧૭૩૮ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ આજે ૨૪.૮૬થી ૨૪.૮૭ ડોલરવાળા વધી ૨૫.૦૯થી ૨૫.૧૦ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણાના ઝવેરી બજારોમાં પણ આજે નીચા મથાળે નવીવેચવાલી અટકી માનસ લેવાનું રહ્યું હતું.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૪૬૯૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૪૭૧૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૧૦૦૦ ઉછળી રૂ.૬૬૭૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૧૯૮થી ૧૧૯૯ ડોલરવાળા વધી આજે ૧૨૨૩થી ૧૨૨૪ ડોલર રહ્યા હતા.

જ્યારે પેલેડીયમના ભાવ ૨૬૩૫થી ૨૬૩૬ ડોલરવાળા વધી ૨૭૦૦ ડોલરની નજીક પહોંચી ઉંચામાં ભાવ ૨૬૯૨થી ૨૬૯૩ ડોલર થઈ સાંજે ભાવ ૨૬૮૩થી ૨૬૮૪ ડોલર રહ્યા હતા. શોર્ટ સપ્લાય વચ્ચે ભાવ ઉછળતા જોવા મળ્યા હતા. દરમિયાન, મુંબઈબજારમાં આજે જીએસટી વગર ભાવ સોનાના ૯૯.૫૦ના રૂ.૪૫૦૭૮ વાળા રૂ.૪૫૨૨૮ તથા ૯૯.૯૦ના રૂ.૪૫૨૫૯ વાળા રૂ.૪૫૪૧૦ રહ્યા હતા જ્યારે ચાંદીના ભાવ રૂ.૬૪૯૬૨ વાળા રૂ.૬૫૪૨૨ બંધ રહ્યા હતા.

આ બન્ને કિંમતી ધાતુઓમાં જીેસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ બજારમાં મોડી સાંજે ચાંદીના ભાવ રૂ.૬૫૬૦૦ તથા કેશમાં ભાવ આ ભાવથી રૂ.૧૮૦૦થી ૨૦૦૦ ઉંચા રહ્યા હતા. રાજ્યની બોર્ડરો પર જાપ્તો વધ્યો છે. મુંબઈ બજારમાં હાજર માલની અછત કેશમાં બતાવાઈ રહી હતી. દરમિયાન અમેરિકામાં સર્વિસ ક્ષેત્રનો ગ્રોથ વધ્યો છે.

મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચકાયા હતા તથા રૂપિયો નબળો પડયો હતો. દેશમાં કોરોનાનો ઉપદ્રવ ઝડપથી વધી રહ્યાના નિર્દેશોની અસર આજે કરન્સી બજાર પર પણ જોવા મળી હતી તથા ડોલર સામે રૂપિયો નબળો પડયો હતો. વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેકસ વધતાં તથા વૈશ્વિક ક્રૂડતેલના ભવા આંચકા પચાવી ફરી વધી આવ્યાના સમાચારોની પણ અસર ઘરઆંગણે કરન્સી બજારમાં જોવા મળી હતી.

મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૭૩.૩૪ વાળા રૂ.૭૩.૨૪ ખુલી નીચામાં ભાવ રૂ.૭૩.૨૧ રહ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૭૩.૪૪ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૭૩.૪૩ રહ્યા હતા. ડોલરના ભાવ આજે એકંદરે નવ પૈસા ઉંચકાયા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ આજે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ૦.૧૦ ટકા વધી ૯૨.૬૮થી ૯૨.૬૯ રહ્યાના સમાચાર દરિયાપારથી મળ્યા હતા.

દરમિયાન, બ્રિટશી પાઉન્ડ ભાવ રૂ.૧૦૧.૫૬ વાળા આજે સવારે રૂ.૧૦૧.૮૧ ખુલી ઉંચામાં ભાવ રૂ.૧૦૨.૭૦ રહ્યા પછી નીચામાં ભાવ રૂ.૧૦૧.૪૩ રહી છેલ્લે બંધ ભાવ રૂ.૧૦૧.૫૬ના મથાળે એકંદરે ટકેલા બંધ રહ્યા હતા. યુરોના ભાવ રૂ.૮૬.૦૭ વાળા આજે સવારે રૂ.૮૬.૫૪ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૬.૪૪ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૬.૭૪ રહ્યા હતા.

યુરોના ભાવ આજે રૂપિયા સામે એકંદરે ૬૭ પૈસા ઉછળ્યા હતા. જાપાનની કરન્સી યેનના ભાવ આજે રૂપિયા સામે દિવસના અંતે ૦.૨૧ ટકા ઉંચા બંધ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here