સ્પોટ ફિક્સિંગ મામલે ફસાયેલ આ ક્રિકેટર માટે ખુશખબર, BCCIએ આપી મોટી રાહત

0
18

ભારતીય ક્રિકેટના ઝડપી બોલર એસ.શ્રીસંતને મોટી રાહત મળી છે. છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર રહેનાર આ ખેલાડી પરથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે(BCCI) હવે આજીવન પ્રતિબંધ હટાવી દીધો છે.

મીડિયા રિપોર્ટ મુજબ બીસીસીઆઈએ એસ.શ્રીસંત પરથી આજીવન પ્રતિબંધ હટાવીને 7 વર્ષ કર્યો છે. તેથી હવે 13 સપ્ટેમ્બર 2020ના રોજ શ્રીસંત પર લગેલો આ પ્રતિબંધ સમાપ્ત થઈ જશે. BCCIએ લોકપાલ તરફથી રજૂ કરેલ નિવેદનમાં કહ્યું કે શ્રીસંત પર લાગેલો પ્રતિબંધ ઘટાડીને સાત વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઈએ કે 13 સપ્ટેમ્બર 2013ના રોજ શ્રીસંત પર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ પહેલા માર્ચ 2019માં શ્રીસંત પરથી સુપ્રીમ કોર્ટે IPL સ્પોટ ફિક્સિંગ મામલે આજીવન પ્રતિબંધ હટાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે BCCI પાસે અનુશાસનાત્મક કાર્યવાહીનો અધિકાર છે. કોર્ટે BCCIને શ્રીસંતને સુનાવણીની તક આપવા અને 3 મહિનામાં સજા નક્કી કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે BCCI શ્રીસંત પર લગાવેલા પ્રતિબંધ પર ફરીથી વિચાર કરે. કોર્ટ કહ્યું કે લાઇફટાઇમ બેન ઘણો વધારે છે.

આપને જણાવી દઈએ કે જુલાઈ 2015માં શ્રીસંત, અંકિત ચવ્હાણ અને અજીત ચંદીલા સહિત સ્પોટ ફિક્સિંગ મામલામાં બધા 36 આરોપીઓને પટિયાલા હાઉસ કોર્ટે આપરાધિક મામલાથી મુક્ત કર્યા હતા. શ્રીસંતે 2005માં શ્રીલંકા સામે નાગપુરમાં વન ડે મેચ સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેને 2006માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ. શ્રીસંતે 27 ટેસ્ટ મેચમાં 37.59ની સરેરાશથી 87 વિકેટ, જ્યારે વન ડેમાં 53 મેચોમાં 33.44ની સરેરાશથી 75 વિકેટ ઝડપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here