સરકારે ફોર વ્હીલર પર ફાસ્ટેગની અંતિમ તારીખ દોઢ મહિનો લંબાવીને 15 ફેબ્રુઆરી કરી.

0
0

જો તમે હજી સુધી તમારી ગાડી પર ફાસ્ટેગ નથી લગાવ્યું તો ચિંતા કરવાની જરૂર નથી. સરકારે તેના માટેની છેલ્લી તારીખ દોઢ મહિનો વધારીને 15 ફેબ્રુઆરી કરી દીધી છે. અગાઉ 1 જાન્યુઆરી 2021 તેની અંતિમ તારીખ હતી.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના અનુસાર, ટ્રોલ ટ્રાન્ઝેક્શનમાં ફાસ્ટેગની ભાગીદારી અત્યારે લગભગ 75%-80% છે. આવી સ્થિતિમાં સરકાર આ આંકડો 100 કરવા માગે છે. નિષ્ણાતોનું માનવું છે કે, ટોલ પ્લાઝા પર લાંબી લાઈનથી બચવા માટે લોકો પણ ફાસ્ટેગથી ચૂકવણી કરવા માગે છે.

 

1 ડિસેમ્બર 2017 બાદથી ફોર વ્હીલ વાહનો માટે ફાસ્ટેગ રજિસ્ટ્રેશનના સમયે ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ નિર્ણય લાગુ કરવા માટે સરકારે સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ એક્ટ 1989માં સુધારો પણ કર્યો હતો.

ટોલ કલેક્શનનો નવો રેકોર્ડ

NHAIના અનુસાર, 24 ડિસેમ્બરે ઈ-ટોલ દ્વારા ટોલ કલેક્શનનો આંકડો પ્રતિદિવસ 80 કરોડ રૂપિયાને વટાવી ગયો હતો. NHAIનું કહેવું છે કે, હવે દરરોજ સમગ્ર દેશના તમામ ટોલ પ્લાઝા પર દરરોજ 50 લાખથી વધારે ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે. અત્યાર સુધી સમગ્ર દેશમાં 2.20 કરોડથી વધારે ફાસ્ટેગ જારી કરવામાં આવ્યા છે.

નેશનલ પરમિટવાળા વાહનો માટે ફાસ્ટેગ 1 ઓક્ટોબર 2019થી જ જરૂરી

નેશનલ પરમિટવાળી ગાડીઓ માટે ફાસ્ટેગને 1 ઓક્ટોબર 2019થી જ જરૂરી બનાવી દેવામાં આવ્યું હતું. હવે તો થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ માટે ફાસ્ટેગને જરૂરી બનાવી દેવામાં આવ્યું છે, જે એપ્રિલ 2021થી લાગુ થશે. મિનિસ્ટ્રીએ કહ્યું કે, ઘણા માધ્યમોથી ફાસ્ટેગની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પગલાં લેવામાં આવી રહ્યા છે. તે ઓફલાઈન અને ઓનલાઈન બંને માધ્યમમાં ઉપલબ્ધ થશે.

ફાસ્ટાગ ક્યાં મળશે?

NHAIના જણાવ્યા પ્રમાણે, દેશમાં લગભગ 30 હજાર પોઈન્ટ ઓફ સેલ (PoS) ઉપલબ્ધ છે, અહીં સરળતાથી ફાસ્ટેગ ખરીદી શકાય છે. તે ઉપરાંત રાષ્ટ્રીય રાજમાર્ગ ટોલ પ્લાઝા અને 22 વિવિધ બેંકમાંથી ફાસ્ટેગ સ્ટિકર ખરીદી શકાય છે. તે પેટીએમ, એમેઝોન, અને ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. બે વાહનો માટે બે અલગ અલગ ફાસ્ટેગ ખરીદવા પડશે.

ફાસ્ટેગ રિચાર્જ કેવી રીતે કરવું?

  • જો ફાસ્ટેગ NHAI પ્રીપેડ વોલેટ સંબંધિત છે, તો તેને ચેક દ્વારા અથવા UPI/ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/NEFT/નેટ બેંકિંગ વગેરે માધ્યમથી રિચાર્જ કરી શકાય છે.
  • જો બેંક ખાતું ફાસ્ટેગ સાથે લિંક છે તો ડાયરેક્ટ પૈસા કટ થઈ જાય છે.
  • જો પેટીએમ વોલેટ ફાસ્ટેગ સાથે લિંક છો, પૈસા ડાયરેક્ટ વોલેટથી નાખી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here