Saturday, April 20, 2024
Homeકોરોનામાં રાજકારણ - મહારાષ્ટ્રમાં માગ કરો છો તો ગુજરાતમાં પણ સરકાર નિષ્ફળ...
Array

કોરોનામાં રાજકારણ – મહારાષ્ટ્રમાં માગ કરો છો તો ગુજરાતમાં પણ સરકાર નિષ્ફળ ગઇ છે અહી પણ રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવેઃ હાર્દિક પટેલ

- Advertisement -
  • ગુજરાતમાં પણ કોરોના વાઈરસને લઇને પરિસ્થિતિ ખૂબ ખરાબ છેઃ હાર્દિક પટેલ
હાર્દિક પટેલ

સીએન 24,ગુજરાત

ગાંધીનગરદેશભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસો અને મૃત્યુ દરને લઇને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં હાર્દિક પટેલ જણાવે છેકે મહારાષ્ટ્રમાં કોરોનાને કન્ટ્રોલ કરવામાં સરકાર નિષ્ફળ ગઇ હોવાનું કારણ આપી ભાજપ રાષ્ટ્રપતિ શાસનની માગ કરે છે તો ગુજરાતમાં પણ સરકાર નિષ્ફળ ગઇ છે અહીં પણ રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે.

ભાજપ બેધારીનીતિ સાથે રાજનીતિ કરી રહી છેઃ હાર્દિક પટેલ
મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણી ભાજપ કરી રહી છે. ભાજપ એવો આરોપ લગાવી રહી છેકે ત્યાંની સરકાર કોરોના વાઈરસને લઇને સંપૂર્ણપણે તૈયાર નથી અને કોરોના વાઈરસને રોકવા માટે એ સફળ સાબિત થઇ નથી. મારે ભાજપને કહેવું છેકે ગુજરાતમાં પણ કોરોના વાઈરસને લઇને પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. દિવસે અને દિવસે મૃત્યુના આંકડા વધી રહ્યાં છે. આવા સંજોગોની અંદર ગુજરાત હાઈકોર્ટે પણ પોતાની ટિપ્પણી આપી હતી કે ગુજરાતમાં સિવિલ હોસ્પિટલ અને ખાસ કરીને આરોગ્ય વ્યવસ્થા નિષ્ફળ સાબિત થઇ છે. મહારાષ્ટ્રની અંદર કોરોના વાઈરસને લઇને રાષ્ટ્રપતિ શાસન લાગી શકતુ હોય તો ગુજરાતમાં કોરોના વાઈરસને લઇને ખરાબ સ્થિતિ છે તો ગુજરાતમાં પણ રાષ્ટ્રપતિ શાસન લાગવું જોઇએ. ભાજપ બેધારીનીતિ સાથે રાજનીતિ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular