મોંઘી થશે હવાઈ યાત્રા : સરકારે એવિએશન સિક્યોરિટી ફી વધારીને મુસાફર દીઠ રૂ. 160 કરી, 1 સપ્ટેમ્બરથી નવા દર લાગુ થશે

0
0

કેન્દ્ર સરકારે ફરીથી એરપોર્ટ પર મુસાફરો પાસેથી લેવામાં આવતી સિક્યોરિટી ફીમાં વધારો કર્યો છે. આ વખતે સરકારે એવિએશન સિક્યોરિટી ફીમાં મુસાફરો દીઠ રૂ. 10 વધારો કર્યો છે. હવે એવિએશન સિક્યોરિટી ફી વધારીને મુસાફર દીઠ રૂ. 160 થઈ ગઈ છે. એરપોર્ટ પર વધેલા સુરક્ષા ખર્ચની કિંમતને પહોંચી વળવા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. આનાથી હવાઈ મુસાફરી મોંઘી થવાની સંભાવના છે.

સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ આદેશ બહાર પાડ્યો
એવિએશન સિક્યોરિટી ફીમાં વધારાને લઈને એવિએશન મિનિસ્ટ્રીએ 13 ઓગસ્ટે આદેશ બહાર પાડ્યો હતો. આ આદેશ મુજબ, સરકારે એરક્રાફ્ટ રૂલ્સ 1937માં આપવામાં આવેલા પાવરનો ઉપયોગ કરીને એવિએશન સિક્યોરિટી ફીમાં વધારો કરવાની મંજુરી આપી હતી. આ વધારો 1 સપ્ટેમ્બરથી લાગુ થશે.

CISFની ચુકવણી વધવાના કારણે ફીમાં વધારો
સરકારના એક અધિકારીના જણાવ્યા મુજબ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઅલ સિક્યોરિટી ફોર્સ (CISF)ને કરવામાં આવતી ચુકવણીમાં વધારો થવાના કારણે સિક્યોરિટી ફીમાં વધારો કરવામાં આવ્યો છે. CISF દેશના 61 એરપોર્ટ પર સુરક્ષા પૂરી પાડે છે. કોરોનાને કારણે એરપોર્ટ પર ફૂટફોલ ઘટ્યો છે જેથી સુરક્ષા ખર્ચમાં વધારો થયો છે. આ સિવાય CISF મુસાફરની ચકાસણી માટે PPE સુટ, માસ્ક, ગ્લોવ્સ વગેરે સાધનોનો ઉપયોગ કરે છે જેના કારણે સુરક્ષા ખર્ચમાં વધારો થયો છે.

ગત વર્ષે રૂ. 20 વધારવામાં આવ્યા હતા
સરકારે 2019માં એવિએશન સિક્યોરિટી ફી રૂ. 20 વધારીને મુસાફરો દીઠ રૂ. 150 કરી દીધી હતી. ત્યારે એરપોર્ટ સંચાલકોએ જણાવ્યું હતું કે ઘણા વર્ષો પહેલા નક્કી કરાયેલી રૂ. 130ની એવિએશન સિક્યોરિટી ફી CISFના ખર્ચને પહોંચી વળવા માટે અપૂરતી હતી. તેવી જ રીતે, સ્થાનિક ફ્લાઇટ્સથી આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે સુરક્ષા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. હવે આવા મુસાફરો પર 1 સપ્ટેમ્બરથી 5.20 ફી લેવામાં આવશે. હાલમાં આવા મુસાફરો પાસેથી 4.85 ફી લેવામાં આવે છે. આ ફી ટિકિટના ભાવની સાથે એરલાઇન કંપનીઓ દ્વારા લેવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here