ખેડૂત આંદોલન 14મો દિવસ : સરકાર આંશિક ઝૂકી, ખેડૂતોને લેખિતમાં પ્રસ્તાવ આવ્યો : ખેડૂત સંગઠન ચર્ચા કરીને જવાબ આપશે.

0
0

ખેડૂત કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 14મો દિવસ છે. મંગળવારે ભારત બંધ પછી ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતો સાથે વાટા ઘાટની કમાન સંભાળી હતી. બુધવારે સવારે કેન્દ્રીય કેબિનેટની મીટિંગ મળ્યા પછી સરકારે વિધિવત રીતે પહેલીવાર ખેડૂતોની માંગણીના સંદર્ભમાં લેખિતમાં પ્રસ્તાવ આપ્યો છે. એ રીતે જોઈએ તો સરકાર પહેલીવાર ખેડૂત સામે આંશિક રીતે ઝૂકી છે. ખેડૂતો અત્યારે સરકારના લેખિત પ્રસ્તાવનો અભ્યાસ કરીને પછી સરકારને જવાબ આપશે.

આમ, કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીતનો રસ્તો નીકળ્યો છે. સરકાર તરફથી કૃષિ કાયદામાં અમુક સુધારણાં કરવામાં આવી શકે છે. હાલ સરકારે ખેડૂત સંગઠનને જે પ્રસ્તાવ આપ્યો છે તેમાં પોતાના તરફથી અમુક સુધારણાના સૂચનો આપવામાં આવ્યા છે. કેન્દ્ર તરફથી આ પ્રસ્તાવમાં APMC એક્ટ અને MSP પર રાજ્ય સરકારોને લેખિતમાં વિશ્વાસ આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here