Thursday, April 18, 2024
Homeરાજકોટ : પારડી ગામની સરકારી સ્કૂલે લોકડાઉનના લીરેલીરા ઉડાવ્યા, સ્કૂલ ચાલુ રાખીને...
Array

રાજકોટ : પારડી ગામની સરકારી સ્કૂલે લોકડાઉનના લીરેલીરા ઉડાવ્યા, સ્કૂલ ચાલુ રાખીને 100 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુક્યા

- Advertisement -

રાજકોટ. કોરોના વાઈરસની મહામારીને અટકાવવા તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામની શ્રી સ્વામિ વિવેકાનંદ પ્રાથમિક શળામાં લોકડાઉનના લીરે લીરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. લોકડાઉન અને વેકેશન હોવા છતાં સરકારી પ્રાથમિક શાળા કરવામાં આવી ચાલુ હોવાનો બનાવ સામે આવ્યો છે.

વિદ્યાર્થીઓ શાળામાં બોલાવવા બાબતે શાળાના શિક્ષકો અને આચાર્યએ મૌન સેવ્યું  

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામની સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં ધો-1થી 8ના 100 જેટલા વિદ્યાર્થીઓને એકત્ર કરવામાં આવ્યા હોવાનો વીડિયો સામે આવતા તમામ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ શાળામાં બોલાવવા બાબતે શાળાના આચાર્યએ મૌન સેવ્યું છે. લોધિકા તાલુકાની પારડી ગામની સ્કૂલનો વીડિયો ગામ લોકોએ વાઈરલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

સ્કૂલના પ્રિન્સિપાલને રૂબરૂ બોલાવીને કડક કાર્યવાહી કરવામાં આવશેઃ DDO
ડીડીઓ અનિલ રાણા વસીયાએ જણાવ્યું હતું કે, પ્રિન્સિપાલને રૂબરૂ બોલાવવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. કોને પૂછીને સ્કૂલ શરૂ કરી હતી અને બાળકોને શું કામ બોલાવ્યા, તે તમામ સવાલના જવાબ પૂછવામાં આવશે અને લોકડાઉ ભંગ સહિતની કાર્યવાહી પણ કરવામાં આવશે.

પ્રશ્નપત્રો બાળકોને ઘરે જઇને આપવાના હોય છે

શિક્ષકોએ પાસેથી જાણવા મળ્યા મુજબ પ્રશ્નપત્રો બાળકોને ઘરે જઇને આપવાના હોય છે, છતાં પારડીની સ્વામી વિવેકાનંદ સ્કૂલ જેવી કેટલીક શાળાઓ બાળકોને શાળાએ બોલાવે છે. તમામ ટીપીઇઓ શાળાના આચાર્ય પાસેથી પ્રમાણપત્ર મેળવે કે, આ કામ માટે પરિપત્રની સૂચના પ્રમાણે જ કામગીરી કરી છે. દર્શાવેલ શાળાની ટીપીઇઓ તપાસ કરીને તેની ફાઇલ તૈયાર કરે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular