ભરતી પરિપત્ર વિવાદ ભડકે એ પહેલાં સરકારે કવાયત શરૂ કરી, CMના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથને બેઠકોનો દોર સાંભળી લીધો

0
7

ગુજરાત હાઇકોર્ટ દ્વારા વિવાદમાં રહેલા 1/8/2018ના પરિપત્રને રદ્દ કરતા આપેલા ચુકાદા બાદ રાજ્ય સરકાર હરકતમા આવી ગઈ છે. કેમકે આ પરિપત્ર વિવાદમાં જ આંદોલન શરૂ થયું હતું અને આના કારણે ગુજરાતમાં ફરી વર્ગવિગ્રહનો ભય હતો. તેથી આ વિવાદિત મામલો ઉકેલવાની જવાબદારી વિજય રૂપાણીએ સી.એમ.ઓના અગ્ર મુખ્ય સચિવ કે કૈલાશનાથને સોંપી છે. જેઓ હાઇકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરશે ઉપરાંત તેની અસરોનું પણ અધ્યન કરશે.

કે કૈલાશનાથને બેઠક કરી
હાઇકોર્ટના ચુકાદાના પગલે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અગ્રસચિવ કે. કૈલાશનાથને GPSCના ચેરમેન દિનેશ દાસા અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા સાથે મહત્વની બેઠક કરી હતી. જેમાં રાજ્ય સરકારની અટકી પડેલી ભરતી પ્રક્રિયા તેમજ પરિણામ જાહેર કરવાના બાકી હોય તેવી ભરતી પ્રક્રિયા સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

પરિપત્ર સામે ઉગ્ર આંદોલનને પગલે મામલો કોર્ટમાં ગયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે વિવાદિત રહેલા આ પરિપત્રના કારણે તાજેતરમાં જ ઉગ્ર આંદોલન થયા હતા જેમાં રાજ્ય સરકાર પણ આ કોયડો ઉકેલવા માટે મથામણ કરતી હતી અને સમગ્ર મામલો કોર્ટમાં ગયો હતો. જોકે કોર્ટે આપેલા ચુકાદા બાદ હવે રાજ્ય સરકાર સરકારી ભરતીઓ કેવી રીતે સુપેરે પાર પાડશે તે જોવું રહ્યું. હાઈકોર્ટના નિર્ણય બાદ વિજય રૂપાણી એ મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન અને અન્ય સિનિયર અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી અને ત્યારબાદ ગૌણ સેવા પસંદગી મંડળ GPSCના અધ્યક્ષ સાથે કે કૈલાસનાથને પ્રથમ બેઠક કરી છે.

મુખ્યમંત્રી ઓફિસના એક કર્મી સહિત 7ના કોરોના રિપોર્ટ પોઝિટિવ
હાલની કોરોનાની મહામારીને જોતાં સચિવાલયમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની કોરોના અંતર્ગત સ્ક્રિનિંગની કામગીરી જિલ્લા તથા કોર્પોરેશનની કુલ 12 ટીમો દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 812 અધિકારીઓ અને કર્મચારીઓનો કોરોના માટેનો રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સચિવાલયના તમામ કર્મચારીઓને આવરી શકાય તે માટે આ કામગીરી આગામી 13 સપ્ટેમ્બર સુધી ચાલુ રાખવામાં આવશે. જો કે તાજેતરમાં જે 812 અધિકારીઓ અને કર્મચારીઓનો કોરોના ટેસ્ટ થયો તેમાંથી મુખ્યમંત્રી ઓફિસના એક કર્મચારી સહિત કુલ 7ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ કર્મચારીઓમાં ડીઈઓ, આઈસીટી ઓફિસર, ઓ.એ, ડ્રાઈવર અને પ્યૂનનો સમાવેશ થાય છે. આ તમામની જરૂરી સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here