સરકાર આ તારીખ સુધી ફ્રીમાં આપશે ફાસ્ટેગ, આ દસ્તાવેજ લઈ જવા પડશે

0
26

ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનને પ્રમોટ કરવા માટે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે તે 15 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી FASTag ફ્રીમાં કરી આપશે. માર્ગ અને પરિવહન મંત્રાલયે 15 દિવસ માટે FASTagના 100 રૂપિયાના ખર્ચને નહીં લેવાનો નિર્ણય લીધો છે. નવો નિયમ 15 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી લાગૂ રહેશે.

સરકારે નિવેદનમાં કહ્યું છે કે, NHAIમાં FASTagના માધ્યમથી ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનને પ્રમોટ કરવા માટે NHAIએ 15 અને 29 ફેબ્રુઆરીની વચ્ચે NHAI FASTag માટે 100 રૂપિયાના ફાસ્ટેગ ખર્ચને માફ કરવાનો નિર્ણય લીધો છે.

સરકારે કહ્યું, વાહન માલિક FASTagને ફ્રીમાં ખરીદવા માટે વાહનની RC બુકની સાથે કોઈપણ અધિકૃત પોઈન્ટ ઓફ સેલ લોકેશન પર જઈ શકે છે. જોકે, સુરક્ષા જમા અને ન્યૂનતમ શેષ FASTag વોલેટ માટે આ નવો નિયમ લાગૂ નથી.

તમને જણાવી દઈએ કે, સરકારે દેશમાં 527થી વધારે નેશનલ હાઈવે પર FASTag આધારિત ટોલ સંગ્રહ પ્રણાલીની શરૂઆત કરી છે. જણાવી દઈએ કે, ડિસેમ્બર 2019 સુધી 1 કરોડથી વધારે FASTag જાહેર કરવામાં આવ્યા છે.

મંત્રાલયે જણાવ્યું છે કે, કોઈપણ ગ્રાહક FASTagથી સંબંધિત હેલ્પલાઈન 1033 પર કોલ કરી શકે છે. NHAI FASTagને દરેક નેશનલ હાઈવે ટોલ પ્લાઝા, ક્ષેત્રીય પરિવહન કાર્યાલયો, સામાન્ય સેવા કેન્દ્રો, પરિવહન કેન્દ્રો અને પેટ્રોલ પંપથી ખરીદી શકાય છે.

માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે, ઈલેક્ટ્રોનિક ટોલ સંગ્રહ માટે નેશનલ હાઈવે પર FASTag પ્રણાલી લાગૂ થયા બાદ રોજ રાજસ્વ વધીને 68 કરોડથી 87 કરોડ રૂપિયા થઈ ગયો છે.