બેન્કોના જોડાણ અને કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે સરકાર એક હાઈ પાવર કમિટી બનાવશે

0
0

બેન્કોના જોડાણ અને પડતર માંગોનાં વિરોધમાં વિવિધ બેન્ક યુનિયનોએ દેશભરમાં 26 અને 27 સપ્ટેમ્બરના રોજ હડતાળ પાડવા નિર્ણય લીધો હતો. જોકે, સોમવારે યુનિયનોનું એક પ્રતિનિધિ મંડળ ફાઈનાન્સ સેક્રેટરી રાજીવ કુમારને મળ્યા હતા. તેઓએ બેન્કોના જોડાણ અને કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે સરકાર એક હાઈ પાવર કમિટી બનાવશે અને તેને ઉકેલવાના પ્રયાસો કરશે તેવું આશ્વાસન આપતા હડતાળ પર જવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. જો બેન્કોની હડતાળ પડી હોત તો 4 દિવસ સુધી બેંકો બંધ રહેત કેમ કે હડતાળના બે દિવસ અને ત્યાર બાદ શની-રવિવારની રજાઓ આવતી હોવાથી લોકોની મુશ્કેલીઓ વધી હોત.

કર્મચારીઓની માંગણીઓ લાંબા સમયથી સ્વીકારાઈ નથી
મહાસંઘ ના અધ્યક્ષ વિલફ્રેંડ એમ્બ્રોસ અને મહાસચિવ રમણ વાઘેલા અને સાથે જોડાયેલ અધિકારી સંઘના મહાસચિવ અનિલ લીંબચીયાએ જણાવ્યુ કે, નવેમ્બર 2017થી કર્મચારી ઓના વેતન વૃદ્ધિ માટેની માગણીઓ, 5 દિવસ બઁક – કામકાજ ના દિવસ ની માંગણી, પેન્શન અને ફૅમિલી પેન્શન નું રિવિઝન કરવું, કર્મચારીઓની ભરતી કરવી, નવી પેન્શન યોજનાની જગ્યા એ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે, ગ્રાહકો ને અપાતી સેવા ઓ ના દર ઘટાડવામાં આવે, અને બીજા ઘણા બધા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ અત્યાર સુધી કોઈ સમજૂતી સધાઈ શકી નથી અને સરકાર તરફથી કોઈ સકારાત્મક પગલાં લેવામાં આવેલ નથી.

ગુજરાતમાં રૂ. 30,000 કરોડના ટ્રાન્ઝેક્શન અસર થઇ હોત
બેન્કિંગ ક્ષેત્રના જાણકારોના મતે જો હડતાળ પડી હોત તો ગુજરાતમાં રૂ. 30,000 કરોડના ટ્રાન્ઝેક્શન અસર થવાની સંભાવના હતી. બેન્કોના યુનિયનોએ આપેલી માહિતી મુજબ ગુજરાતમાં રાષ્ટ્રીયકૃત બેંકોની 5,000થી વધું બ્રાન્ચો આવેલી છે જેમાં કામ કરતા 40,000 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ હડતાળ પર જવાના હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here