Friday, March 29, 2024
Homeખેડૂત આંદોલનનો 14મો દિવસ : સરકાર આજે કાયદામાં ફેરફાર અને MSP ની...
Array

ખેડૂત આંદોલનનો 14મો દિવસ : સરકાર આજે કાયદામાં ફેરફાર અને MSP ની લેખિત ગેરંટી આપશે : ખેડૂત કાયદો રદ કરવા માટે અડગ.

- Advertisement -

ખેડૂત કાયદાના વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોની આમ તો સરકાર સાથે છઠ્ઠી વખતની ચર્ચા થવાની હતી, પણ મંગળવારે સાંજે 4 વાગ્યે અચાનક ગૃહમંત્રી અમિત શાહની તરફથી મુલાકાતનું નિમંત્રણ મળ્યું. રાતે વાતચીત થઈ, પણ એનું કોઈ પરિણામ ન આવ્યું. મળતી માહિતી પ્રમાણે, સરકાર બુધવારે એટલે કે આજે ખેડૂત કાયદામાં ફેરફારનો પ્રસ્તાવ અને ન્યૂનતમ સમર્થન મૂલ્યની ગેરંટી લેખિતમાં આપશે, પણ ખેડૂત કાયદો રદ કરવાની માગ કરી રહ્યા છે. એ બપોરે 12 વાગ્યે સિંધુ બોર્ડર પર મીટિંગ કરીને નક્કી કરશે કે આગળ શું કરવાનું છે.

કાયદામાં ફેરફાર અંગે આજે કેબિનેટમાં ચર્ચા થશે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે,આજે કેબિનેટની બેઠક થશે, જેમાં ખેડૂતો માટે સરકારના પ્રસ્તાવ અંગે પણ ચર્ચા થશે. ત્યાર પછી સરકાર ખેડૂતોને લેખિતમાં પ્રસ્તાવ સોંપી દેશે. જોકે ખેડૂતો સાથે આજે યોજાનારી મીટિંગ સરકારે ટાળી દીધી છે.

અમિત શાહ સાથે ચર્ચામાં કેમ કોઈ પરિણામ ન આવ્યું

બેઠક માટે 5 ખેડૂત નેતાઓને બોલાવવામાં આવ્યા હતા, પછી 13 મળ્યા. અમુક ખેડૂતોએ એવું કહીને વિરોધ કર્યો કે એક દિવસ પહેલાં બેઠક શા માટે અને 40 ની જગ્યાએ 13 સભ્યો જ કેમ? બેઠક પહેલાં શાહના ઘરે હતી, છેલ્લી ઘડીએ સમયમાં સ્થળ બદલીને ICAR ગેસ્ટ હાઉસ નક્કી કરી દેવાઈ. એવામાં 2 ખેડૂત બેઠકમાં જોડાઈ ન શક્યા અને બાકીના ખેડૂતોએ તેમના વગર જ ચર્ચા શરૂ કરવાનો ઈન્કાર કરી દીધો. ત્યાર પછી પોલીસ એ 2 ખેડૂતને અસ્કોર્ટ કરીને રાતે લગભગ 6.15 વાગ્યે લઈને આવી.

મીટિંગમાં શાહ ઘણા એક્સપર્ટ્સને બોલાવી રહ્યા હતા, જે ખેડૂતોને સમજાવી રહ્યા હતા કે કયા ફેરફારની આગળ જઈને શું અસર થશે. એમ છતાં પણ ખેડૂત નેતા તેમની આપત્તિઓ નોંધાવી રહ્યા હતા, એટલા માટે સૂચનના આધારે વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો હતો.

રાહુલ સહિત 5 વિપક્ષી નેતા આજે રાષ્ટ્રપતિને મળશે

20 રાજકીય પક્ષ ખેડૂતોની માગનું સમર્થન કરી રહ્યા છે. મંગળવારે ખેડૂતોના ભારત બંધમાં પણ વિપક્ષે ભાગ લીધો હતો. વિપક્ષના 5 નેતા આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે, જેમાં રાહુલ ગાંધી અને શરદ પવાર પણ સામેલ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular