Friday, March 29, 2024
Homeરાહતનો બીજો હપ્તો : સરકાર 4 મેથી જનધન ખાતામાં 500 રૂપિયા ટ્રાન્સફર...
Array

રાહતનો બીજો હપ્તો : સરકાર 4 મેથી જનધન ખાતામાં 500 રૂપિયા ટ્રાન્સફર કરશે, તમારા નજીકના ATMમાંથી પૈસા ઉપાડી શકશો

- Advertisement -

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત સોમવારે એટલે કે 4 મે 2020ના રોજ પ્રધાનમંત્રી જનધાન યોજના (PMJDY)ના મહિલા ખાતાધારકોના અકાઉન્ટમાં 500-500 રૂપિયાના બીજા હપ્તા જમા કરવામાં આવશે. આ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર જનધન ખાતાના છેલ્લા નંબર પ્રમાણે કરવામાં આવે છે. પૈસા 5 દિવસમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તેનાથી સામાજિક અંતર માર્ગદર્શિકાનું પાલન કરવામાં મદદ મળશે. એપ્રિલ મહિનામાં 20.5 કરોડ મહિલા જનધાન ખાતામાં 500-500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

17 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું

સરકારે લોકડાઉનને 17 મે સુધી લંબાવી દીધું છે. જો કે, આ દરમિયાન સમગ્ર દેશમાં ઘણી છૂટછાટો આપવામાં આવી છે. કોવિડ-19 સંકટ દરમિયાન ગરીબ લોકોની મદદ માટે નાણામંત્રીએ 26 માર્ચે જાહેરાત કરી હતી કે મહિલા જન ધન ખાતાધારકોના ખાતામાં એપ્રિલથી 3 મહિના સુધી દર મહિને 500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.

શું છે ટાઈમ ટેબલ

જનધન લાભાર્થી મહિલાઓને તેમના અકાઉન્ટ નંબરના આધારે પૈસા ઉપાડવાની છૂટ છે. નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, જે ખાતાધારકોના અકાઉન્ટ નંબર 0 અથવા 1 પર  સમાપ્ત થાય છે, તેમના અકાઉન્ટમાં 4મેના રોજ પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular