ધુમ્રપાન માટેની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ કરવાની અને અન્ય સુધારા માટે સરકારની યોજના.

0
9

કેન્દ્ર સરકાર ધુમ્રપાન માટે વર્તમાન કાનૂની વય મર્યાદા 18 વર્ષને વધારી 21 વર્ષ કરવાની તૈયારી કરી રહી છે. આ માટે એક મુસદ્દો પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં સરકાર સિગારેટ અને તંમાકુ ઉત્પાદનના વેચાણને મંજૂરી આપવાની ઉંમર 21 વર્ષ કરવા માટે સિગારેટ તથા અન્ય તંમાકુ ઉત્પાદન (વ્યાપાર અને વાણિજ્ય, ઉત્પાદન, પુરવઠો, વિતરણ, જાહેરાત અને માર્કેટીંગ) સંબંધિત સુધારા વિધેયક,2020નો એક મુસદ્દો તૈયાર કરી રહી છે.

આ વિધેયકમાં સૂચિત સુધારા હેઠળ સિગારેટ અથવા અન્ય કોઈ પણ તંમાકુ ઉત્પાદનો વપરાશ 21 વર્ષ અથવા ઓછી ઉંમરના લોકો કરી શકશે નહીં. આ સાથે એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાના 100 મીટરના ઘેરાવામાં તમાકુનું વેચાણ કરી શકાશે નહીં.

તેમા જણાવામાં આવ્યુ છે કે ગેરકાયદેસર રીતે સિગારેટ અથવા તમાકુ ઉત્પાદનોના વેચાણ બદલ 1 વર્ષની જેલ અથવા રૂપિયા 50,000 દંડ થઈ શકે છે. આ ઉપરાંત બીજી વખત દોષિત જણાતા 2 વર્ષની જેલ અને રૂપિયા 1 લાખ દંડની જોગવાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here