ગાંધીનગર: જીપીએસસી દ્વારા લેવાયેલી ગુજરાત વહિવટી વર્ગ1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ1 અને 2, તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની જગ્યાનું પરિણામ તાજેતરમાં જાહેર કરાયું છે. ત્યારે તેના પરિણામો સામે પ્રશ્નાર્થ કરાયું છે. કેટલાક પરીક્ષાર્થી પોતાના નંબરની જગ્યાએ અન્યને સમાવિષ્ઠ કરાયા હોવાની ફરિયાદ સોશિયલ મીડિયા થકી કરી છે. ત્યારે આવા દાવાને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર નોટિસ પ્રસિધ્ધ કરીને નકારાયો છે.
જીપીએસસીની જાહેર નોટિસમાં શું દાવો કરાયો છે
નોટિસ પાઠવીને જણાવ્યું છે કે, આખરી પરિણામમાં અસફળ રહેનાર કેટલાક ઉમેદવારો પ્રાથમિક કસોટી, મુખ્ય પરીક્ષા અને રૂબરૂ મુલાકાતના પ્રવેશપત્રો સાથે ચેડા કરીને સફળ ઉમેદવારોના બેઠ ક્રમાંક સામે પોતાનું નામ અને અન્ય વિગતો દર્શાવી પોતે સફળ ઉમેદવાર હોવાનો દાવો કરે છે. તેમજ તેને સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં દુષ્પ્રચાર કરી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. જેને વખોડવામાં આવે છે.
ફરિયાદની ચીમકી
આયોગ દ્વારા નોટિસમાં જણાવ્યું છે કે, ખોટો પ્રચાર કરનાર ઉમેદવારો કસુરવાર પુરવાર થશે તો તેમની સામે પોલીસ ફરિયાદ/ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આયોગ દ્વારા યોજાયેલી તમામ ભરતી પ્રસંગો માટે ગેરલાયક ઠરેવવા અંગેની કાર્યવાહી કરાશે. 4 જુલાઈએ આયોગે વેબસાઈટ પર પ્રસિધ્ધ કરેલું પરિણામ આખરી છે.
Array
વિવાદ : પરીક્ષામાં ગોટાળાના દાવાને GPSCએ નકાર્યો, ખોટો પ્રચાર કરનાર સામે કાર્યવાહીની ચીમકી
- Advertisement -
- Advertisment -