સોમનાથ : રાજ્ય ની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી ના 13 મો યુવક મહોત્સવ નો ભવ્ય શુભારંભ

0
0
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે રાજ્ય ભર ની 31 મહાવિદ્યાલયો માંથી 600 થી વધુ વિદ્યાર્થીઓ યુવક મહોત્સવ માં જોડાયા.
સાહિત્ય, સંગીત અને કલા નો ત્રિવેણી સંગમ.
વેરાવળ ના ટાવર ચોક ખાતે થી સેંકડો વિદ્યાર્થીઓ ની વિશાળ સંસ્કૃત શોભાયાત્રા યોજાઈ.

જિલ્લા કલેક્ટર અને કુલપતિ દ્વારા ફ્લેગ આપી શોભાયાત્રા ને પ્રસ્થાન કરાવી.

 

સંસ્કૃત એ આપણી ઋષીમુનિ કાળ થી વેદિક અને પ્રાચીન ભાષા છે. સંસ્કૃત એ તમામ ભાષા ઓ ની માતા ગણવામાં આવે છે ત્યારે વિસરાતી જતી સંસ્કૃત ભાષા ને ફરી જીવંત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક દાયકા પૂર્વે સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં રાજ્ય ની પ્રથમ અને એક માત્ર એવી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ની સ્થાપના કરી અને સંસ્કૃત ભાષા ના પ્રચાર પ્રસાર માટે કટિબદ્ધતા દાખવી..
 
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે પ્રતિ વર્ષ યુવક મહોત્સવ ના આયોજન સાથે યુવા શક્તિ ને પણ સંસ્કૃત ભાષા ના પ્રચાર પ્રસાર ના કામ માં લગાડાઈ.
યુનિવર્સિટી ના 13માં ત્રિદિવસીય યુવક મહોત્સવ નો 25 તારીખ થી શુભારંભ થયો છે.
યુવક મહોત્સવ ના પ્રારંભે વેરાવળ શહેર માં વિશાળ સંસ્કૃત શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ.
આ શોભાયાત્રા માં સેકડો વિદ્યાર્થીઓ જોડાયા હતા જેને જિલ્લા કલેક્ટર અજયપ્રકાશ અને કુલપતિ ગોપબંધુ મિશ્રા દ્વારા   પ્રસ્થાન કરાવવા માં આવેલ.
બાઈટ : દશરથ જાદવ ( રજીસ્ટ્રાર – સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી )

 

સંસ્કૃત યુનિવર્સિટી ના 13 માં યુવક મહોત્સવમાં રાજ્ય ભર ની 31 મહાવિદ્યાલય ના 600 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા છે ત્યારે વિદ્યાર્થીઓ માં પણ યુવક મહોત્સવ ને લઇ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. યુવક મહોત્સવ માં ભાગ લેનાર વિદ્યાર્થીઓ નું કહેવું છે કે યુવક મહોત્સવ માત્ર રમત ગમતકે સ્પર્ધા પૂરતો સીમિત ન રહેતા યુવા ઓ સંસ્કૃત વિદ્યા ના પ્રચાર પ્રસાર માટે પણ પ્રેરાયા છે. ખાસ કરી ને સાહિત્ય, સંગીત અને કલા નો ત્રિવેણી સંગમ સર્જાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here