બિહાર : લગ્નના બે દિવસ પછી વરરાજાનું મોત, લગ્નમાં આવેલા 95 મહેમાનો કોરોના પોઝિટિવ

0
6

પટના. બિહારની રાજધાની પટનાના એક ગામમાં લગ્ન સમારોહમાં સામેલ થયેલા 95 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. લગ્નના બે દિવસ બાદ 30 વર્ષીય વરરાજાનું પણ મોત થયું હતું. મરનાર યુવક ગુરુગ્રામમાં સોફ્ટવેર એન્જિનિઅર હતો. જોકે તેના અંતિમ સંસ્કાર પહેલા તેની કોરોના ટેસ્ટ કરવામા આવી ન હતી. તેની અંદર કોરોનાના લક્ષણો દેખાયા હતા.

પટનાના વહીવટીતંત્રને પાલીગંજ ગામમાં યુવકની મૃત્યુ વિશે જાણકારી મળી હતી. ત્યારબાદ યુગલના સંબંધીઓની ટેસ્ટ કરવામા આવી હતી. આ ગામ પટનાથી 50 કિલોમીટર દૂર છે. 15 જૂને લગ્નમાં સામેલ થયેલા 15 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ વહીવટીતંત્રએ કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કર્યું હતું. સોમવારે 80થી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા હતા. આ બિહારનો પહેલો કેસ છે જેમાં વાયરસ આટલા બહોળા સ્તરે ફેલાયો હોય.  જોકે વહીવટીતંત્રએ મરનાર યુવકની ટેસ્ટ કરી ન હતી કારણ કે પરિવારે સરકારને જાણ કર્યા પહેલા જ અંતિમવિધિ કરી નાખી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે 30 વર્ષનો યુવક 12મેના લગ્ન કરવા માટે દીહપાલી ગામ પહોંચ્યો હતો. આ દરમિયાન તેની અંદર કોરોનાના લક્ષણો દેખાવા લાગ્યા હતા પરંતુ પરિવારજનોએ લગ્ન અટકાવ્યા નહીં. લગ્નના બે દિવસ બાદ તેની પરિસ્થિતિ બગડી ગઇ અને પટના AIIMS લઇ જતી વખતે તેનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ વહીવટીતંત્રએ લગ્નમાં સામેલ થયેલા દરેક મહેમાનોનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેમાં 95 લોકોના રિપોર્ટ પોઝિટવ છે જ્યારે યુવતીનો રિપોર્ટ નેગેટિવ છે.

બિહારમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 9618

બિહારમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 9618 થઇ ગઇ છે. તેમાંથી 65 લોકોના મોત થયા છે અને 7374 લોકો સ્વસ્થ થયા છે. સોમવારે 394 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પટનામાં એક દિવસમાં સૌથી વધુ 102 કેસ નોંધાયા હતા. તેમાંથી પાલીગંજમાં જ 86 કેસ સામે આવ્યા છે.