Friday, April 19, 2024
Homeબેકાબૂ કોરોના, બેફામ બનેલી પ્રજા અને હાઇકોર્ટની ઝાટકણીથી ફફડી ઊઠેલી ગુજરાત સરકારે...
Array

બેકાબૂ કોરોના, બેફામ બનેલી પ્રજા અને હાઇકોર્ટની ઝાટકણીથી ફફડી ઊઠેલી ગુજરાત સરકારે કેબિનેટની બેઠકમાં ગંભીર ચર્ચા શરુ કરી

- Advertisement -

ગુજરાતમાં બેકાબૂ બનેલા કોરોનાને કાબૂમાં લેવા ગુજરાત સરકારની ઢીલી નીતિ સામે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી સરકારને કોરોનાની ગાઈડલાઈન્સનું કડકપણે પાલન કરવા માટે આદેશો બહાર પાડવા સૂચના આપી હતી. હાઈકોર્ટના કડક વલણને પગલે ગાંધીનગરમાં ચાલી રહેલી મંત્રીમંડળની બેઠકમાં પણ એની જાણ થતાં કેબિનેટમાં ચર્ચા થઈ હતી. ખાસ કરીને ગુજરાતમાં બેકાબૂ કોરોના, બેફામ બનેલી પ્રજા અને હાઈકોર્ટે કાઢેલી ઝાટકણી સામે પગલાં ભરવા માટેની ગંભીર વિચારણા કેબિનેટે શરૂ કરી હતી.

આજે બુધવાર હોવાથી ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે સવારે 10 વાગ્યાથી મંત્રીમંડળની બેઠક શરુ થઈ હતી. એ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કોરોનાના મામલે સરકારની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી તેની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટના આ આદેશની જાણ ચાલુ કેબિનેટની બેઠકમાં થતાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યોએ હાઈકોર્ટના આદેશનું પાલન કરવા માટે કેવાં પગલાં ભરવા અને કેવા પ્રકારના નિર્ણયો લેવા એ અંગેની ચર્ચાઓ શરૂ કરી હતી. આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓને પણ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા.

હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું કે માસ્ક વિના ફરતા લોકોને 8 દિવસ કોવિડ સેન્ટરમાં મૂકો

બે દિવસ પહેલાં જ ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસો અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારને સંક્રમણને રોકવા માટે કડક પગલાં લેવા માટે આદેશ કર્યો હતો. હાઈકોર્ટે કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં માસ્ક વિના ફરતા લોકો સામે લાલ આંખ કરી સરકારને સૂચન કર્યું હતું કે માસ્ક વિનાના લોકો પાસેથી દંડની સાથે 8 દિવસ કોવિડ સેન્ટરમાં કામ કરાવો. સરકાર આ મુદ્દે વિચાર કરે અને આગામી મુદત સમયે પોતાનો જવાબ રજૂ કરે.

માસ્ક વગર લોકોએ દંડ આપવો પડશે, કમ્યુનિટી સર્વિસ કરવી પડશે

ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ નિર્ણય… માસ્ક નહિ પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત કમ્યુનિટી સર્વિસ કરવી પડશે. રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામું બહાર પાડવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. માસ્ક નહીં પહેરનારી વ્યક્તિની ઉંમર લાયકાત અને બાકીની બાબતોને ધ્યાને લઇને કમ્યુનિટી સર્વિસ માટેની યોગ્ય જવાબદારી સોંપવાની રહેશે. માસ્ક નહીં પહેરનારી વ્યક્તિને રોજના પાંચથી છ કલાક કમ્યુનિટી સર્વિસ કરવી પડશે. આ કમ્યુનિટી સર્વિસનો સમય 10 દિવસથી 15 દિવસ સુધી રાખી શકાશે. રાજ્ય સરકાર આ હુકમની તત્કાલ અમલવારી કરાવે અને એક અઠવાડિયા બાદ રિપોર્ટ રજૂ કરે એવો પણ કોર્ટનો હુકમ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular