મુખ્યમંત્રીની મોટી જાહેરાત : ગુજરાત સરકાર 20 હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીઓ આપશે

0
7

ગુજરાત સરકારે રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં ભરતીને લઈને મોટી જાહેરાત કરી છે. જે વિભાગોમાં ભરતી માટે પરીક્ષા લેવાઈ ગઈ છે તેમને તાત્કાલીકપણે નિમણૂક પત્ર આપવામાં આવશે. કોરોના મહામારી બાદ તરત જ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે. સાથે જ આગામી પાંચ મહિનામાં રાજ્યના 20 હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીની વ્યાપક તક મળશે. વિપક્ષે પણ સરકારના આ નિર્ણયને આવાકર્યો છે.

8 હજાર જગ્યાઓ માટેના નિમણૂંકપત્રો તાત્કાલિક આપવાના સ્પષ્ટ આદેશ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીપીએસસી-ગૌણ સેવા પસંદગી મંડળ-પંચાયત સેવા પસંદગી મંડળ-પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ-શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં ભરતી પ્રક્રિયા અંગે મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યા છે. સરકારની જાહેરાત અનુસાર, રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ છે તેવી તમામ જગ્યાઓ સહિત 8 હજાર જગ્યાઓ માટેના નિમણૂંકપત્રો તાત્કાલિક આપવાના સ્પષ્ટ આદેશ આપ્યા છે. રાજ્યમાં યુવાનોને વ્યાપકપણે સરકારી સેવામાં નોકરીની તક મળે તે માટે મુખ્યમંત્રીના યુવા રોજગારલક્ષી અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે.

કોવિડ-19ની સ્થિતિ સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ શરૂ કરવા સૂચના

ભરતી માટેની જાહેરાત થઇ ગઇ છે પરંતુ પરિક્ષાની પ્રક્રિયા બાકી છે તેવી જગ્યાઓ માટે કોવિડ-19ની સ્થિતિ સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. તેમજ આગામી પાંચ મહિનામાં રાજ્યના 20 હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીની વ્યાપક તક મળશે. સાથે જ મુખ્યમંત્રી દ્વારા રાજ્યના યુવાનો માટે સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો ખોલવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here