કોરોનાને લઇ ગુજરાત હાઇકોર્ટ ચાર દિવસ માટે રહેશે બંધ, ન્યાયાલયનું કેમ્પસ સેનેટાઈઝ કરવામાં આવશે

0
4

કોરોના વાયરસને લઇ આવતીકાલથી ચાર દિવસ માટે ગુજરાત હાઇકોર્ટ બંધ કરવામો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન તમામ સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને ઉચ્ચ ન્યાયાલયનું કેમ્પસ સેનેટાઈઝ કરવામાં આવશે. કોરોનાનું સંક્રમણ વધતા ચીફ જસ્ટિસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ચીફ જસ્ટિસ દ્વારા જાહેર કરાયેલા સર્ક્યુલર મુજબ, 16 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી હાઇકોર્ટ બંધ રહેશે. આ દિવસોમાં હાઇકોર્ટના અધિકારીઓ, રજીસ્ટ્રી સ્ટાફ સહિતના કર્મચારીઓનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઉચ્ચ ન્યાયાલયના રેકોર્ડ રૂમ, વોશરૂમ, ચેમ્બર, ઓફિસ સહિત સંપૂર્ણ કેમ્પસની સાફ સફાઈ કરાશે. તમામ પ્રકારનું જ્યુડિશિયલ અને વહીવટી કામ ચાર દિવસ બંધ રહેશે.

આ સિવાય એડવોકેટ જનરલ, સરકારી વકીલો વગેરેની ઓફિસ બંધ રાખવા આદેશ કરાયો છે. કોર્ટ પરિસરમાં આવેલી સરકારી ઓફિસ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પોસ્ટ ઓફિસ વગેરે બંધ રહેશે. આ ઓફિસો પણ સેનેટાઇઝ કરાશે. 16 ઓક્ટોબરના કેસ લિસ્ટ 20 ઓક્ટોબરથી લેવામાં આવશે. 19, 20 અને 21 ઓક્ટોબરથી ફિક્સ મેટર 21 ઓક્ટોમ્બરે લેવાશે. ફિઝિકલ ફાઇલીગ 20 ઓક્ટોબરથી શરૂ થશે. જો કે આ દરમિયાન ઇ- ફાઇલીગ શરૂ રહેશે. તેમજ નવા કેસો 20 ઓક્ટોબરથી લેવાશે.

રાજ્યમાં રિકવરી રેટ 88 ટકાને થયો પાર

ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. ગઇકાલે  રાજ્યમાં 1175 કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે 11 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3598 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,959  એક્ટિવ કેસ છે, જ્યારે 1,36,541 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,880 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,55,098 પર પહોંચી છે.

રાજ્યમાં આજે કુલ 1414 દર્દી સાજા થયા હતા અને 50,993  ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 51,65,670  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.04 ટકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here