વધારે સમય બેસી રહેવાની આદત કેન્સરને આમંત્રણ આપી શકે છે

0
3

કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા દુનિયાના કેટલાય દેશોમાં મહીનાઓ સુધી લોકડાઉન રાખવામાં આવ્યું છે, જેથી લોકો ઘરમાંથી બહાર ન નિકળે અને આ મહામારીનો ભોગ ન બની શકે. એવામાં લોકો ‘વર્ક ફ્રોમ હોમ’ એટલે કે ઘરમાં રહીને જ ઑફિસનું કામ પણ કરી રહ્યા છે. હવે લોકો ઘરમાંથી બહાર ન નિકળીને આ ખતરનાક વાયરસથી તો બચી શકે છે, પરંતુ ઘરમાં વધારે સમય સુધી બેસી રહેવું તેમના માટે જોખમી સાબિત થઇ શકે છે. જો તમે પણ વધારે સમય સુધી બેસી રહો છો અથવા બેસીને કામ કરવા માટે મજબૂર છો તો જરાક પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. સતત બેઠા બેઠા કામ કરવું તમારા માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. એક રિપોર્ટ અનુસાર, આમ બેઠા બેઠા કામ કરનાર લોકોને કેટલાય પ્રકારની બીમારીઓ થઇ શકે છે, જેમાં એક ગંભીર બીમારી પણ સામેલ છે.

તાજેતરના અભ્યાસ અનુસાર, મોડા સુધી બેસી રહેવાની આદત કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ વધારી શકે છે. સતત કેટલાય કલાકો સુધી બેસી રહેવાને કારણે કેન્સરનું જોખમ 82 ટકા જેટલું વધી જાય છે.

નિષ્ણાંત અનુસાર, આ પહેલી શોધ છે જે નિશ્ચિત રૂપે સતત બેસી રહેવાને અને કેન્સરથી થતા મૃત્યુ વચ્ચેનો એક મજબૂત સંબંધ દર્શાવે છે. ચાર વર્ષ કરવામાં આવેલ આ અભ્યાસથી જાણવા મળ્યું છે કે તે લોકો માટે જોખમ વધી ગયું હતું જે વધારે સમય સુધી સતત બેસી રહેતા હતા. કુલ આઠ હજાર લોકો પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તમામ લોકોને એક-એક ટ્રેકિંગ ડિવાઇસ આપી દેવામાં આવ્યા હતા, જેના દ્વારા સાત દિવસ સુધી તમામ લોકોના ઉઠવા-બેસવા અને ચાલવાની આદતોને ટ્રેક કરવામાં આવી હતી.

અભ્યાસ અનુસાર, કેન્સરના લીધે થતા મૃત્યુને સ્વસ્થ લાઇફસ્ટાઇલ દ્વારા 50 ટકા સુધી રોકી શકાય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે 30 મિનિટની સામાન્ય અથવા ફાસ્ટ એક્સરસાઇઝથી કેન્સરના જોખમને મહદ અંશે ઘટાડી શકાય છે. પાર્કમાં, રૂમમાં અથવા ઘરની છત પર એક્સરસાઇઝ કરવાથી આઠ ટકા સુધી કેન્સર ઘટાડી શકાય છે. વૈજ્ઞાનિકો અનુસાર વૉકિંગ, સાઇકલિંગ, જોગિંગ અથવા તો ખેલ-કૂદ પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here