દહેગામ : દહેજ ભુખી પત્નીના ત્રાસથી સાસરિયા પક્ષ નું જીવવું થયું હરામ

0
300

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમા આવેલ દીવ્યમણી બંગલા નંબર ૨૦ મા રહેતા ચીંતન પટેલે આજથી ૧૧ વર્ષ પહેલા સમાજના રીત રીવાજ મુજબ ખુબ જ ધામધુમ પુર્વક મોટા વડોદરા પાસે આવેલ ગોહવા ગામે ચંદ્રકાંત પુરૂષોતમ પટેલની પુત્રી નામે ઉર્વશી સાથે લગ્ન કર્યા હતા. અને આ લગ્ન થયા બાદ શરૂશરૂમા આ દંપતીનુ જીવન સારુ ચાલતુ હતુ પરંતુ ચીંતન પટેલ ઘરનો સુખી માણસ હોવાથી તેના સાસરી પક્ષ વારા લોકો ઉર્વશીને સમજાવીને અવાર નવાર તુ તારી સાસરીથી પૈસા લઈ આવ તેવુ દબાણ કરતા આ ઉર્વશીએ સાસરીવાળા પાસેથી નાની મોટી રકમ અવાર નવાર લાવતી હતી પરંતુ ઉર્વશીના ભાઈને નોકરી માટે તેના પતિ પાસે પાંચ લાખની માગણી કરતા આ રૂપીયા નહી મળતા ચીંતન પટેલના સાસરીવાળાએ ૪૯૮ ની કલમ લગાવીને દહેગામ રહેતા તેના પતિ સાસુ સસરાને જેલમા પુરી દીધા હતા.

પાંચ લાખ રૂપીયા આપ્યા ત્યારે જામીન ઉપર છુટ્યા હતા તેવી માહિતી દહેગામ રહેતા ચીંતન પટેલે અમારા પ્રતિનિધિને આપી છે ત્યારબાદ ઉર્વશી તેના પતિ પાસે અવાર નવાર પૈસાની માંગણી કરતી હતી અને પોતાના પીયર રહીને અવાર નવાર રૂપીયાની માંગણી કરતા પતિ આ પત્નીના ત્રાસથી ત્રાહીમામ પોકારી જવા પામ્યો હતો ત્યારે આ ઉર્વશીને તેના માતા પિતા બીજે લગ્નનુ ગોઠવાની વાત કરતા ઉર્વશીને સંતાનમા એક પુત્ર હોવાથી તે માતા પિતાની વાતની અવગણના કરી પોતાની સાસરી દહેગામ આવી ગઈ હતી અને માતા પિતા સામે દહેગામ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ લખાવી હતી. ત્યારબાદ પતિ પત્ની વચ્ચે સુમેળ થવા પામ્યો હતો અને દહેગામ પોલીસ સ્ટેશને ૬૦ તોલા સોનુ ઉર્વશીને તેના પતિ ચીંતન પટેલે આપ્યુ હતુ. તે પણ પાછુ ન માગ્યુ.

બાઈટ : ચીંતન પટેલ, દહેગામ

ત્યારબાદ બે વર્ષ પછી પતિ પત્ની વચ્ચે સંસાર સારો ચાલ્યો પરંતુ પોતાના પીયર જતા માતા પિતાની વાત માનતા ફરી પાછુ તેમનુ ચક્ર અવડુ ફરતા ઉર્વશીએ પોતાના પતિ સામે તારીખ ૬/૧૦/૨૦૧૯ ના રોજ ફરીયાદ કરીને જણાવ્યુ છે કે આ લોકો મને હેરાન પરેશાન કરે છે અને મને નવો બંગલો આપે તો હુ પોલીસ ફરીયાદ પાછી ખેચુ તેવી પોલીસ સ્ટેશને જોરશોરથી રજુઆત કરતી જોવા મળી હતી.અને જો નહી આપે તો હુ ૪૯૮ ની કલમ મુજબ તમામને જેલને હલાવે કરી દઈશ અને આત્મહત્યા કરી તમામના નામ લખી દઈશ તેવી ધાક ધમકી આપતા ચીંતન પટેલના પરીવારમા ભારે ચીંતા વ્યાપી જવા પામી છે.

તારીખ ૭/૧૦/૨૦૧૯ ના રોજ બપોરના ચાર વાગે ઉર્વશી અને તેના સાસુ સસરાને ધમકી આપીને જણાવતી હતી કે આ બંગલામા મારા સિવાય બીજુ કોઈ નહી રહી શકે તેમ કહી રાડો પાડતી હતી અને સાસુ સસરાને ધમકી આપી બહાર ઉભી રહીને કહેવા લાગી કે હુ કેનાલમા પડવા જાઉ છુ તેવી બીક બતાવીને ઘરેથી નીકળી જવા પામી હતી અને સાંજે ડભોડા પોલીસ સ્ટેશન જઈને ફરીયાદ લખાવા જતા પોલીસે તેને સમજાવીને પાછી કાઢી હતી. અને રાત્રે દહેગામ આવીને મને બંગલો નહી આપો તો હુ ૪૯૮ ની કલમમા ફીટ કરી દઈશ તેવી ધમકી આપતી હતી.

બાઈટ : દક્ષેશ પટેલ, દહેગામ

 

આ બાબતે ચીંતન પ્રવીણભાઈ પટેલ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે તારીખ ૧૬/૩/૨૦૧૮ ના રોજ લેખીત અરજી આપી હતી. અને ઉચ્ચકક્ષાના અધિકારીએ આ બાબતે ઘટતી તપાસ કરવા રજુઆત કરી હતી તેમ છતા આ ઉર્વશી હજી પણ પૈસાની માંગણી કરતા ચીંતન પટેલનો પરીવાર ભારે ચીંતામા ગરકાવ થઈ ગયો છે. અને જો છુટાછેડા લેવા હોય તો બે કરોડ આપો તો હુ છુટાછેડા આપુ નહીતર હુ તમને છોડીશ નહી. તેવી હાલમા ધાક ધમકી આપી આ પરીવારને આ કળીયુગી પત્ની હેરાન કરી રહી છે. આ ઉર્વશીને ત્રણ સંતાન હોવા છતા હજી પણ સંતાન પ્રત્યે પ્રેમન હોય તેવુ દેખાઈ રહ્યુ છે.

 

  • પત્ની નામે ઉર્વશી પોતાના પતિ અને તેના સાસુ સસરા પાસે અવાર નવાર રૂપીયાની માંગણી કરીને મરી જવાની ધમકી આપીને પરેશાન કરતા ઘરના સ્વજનો હેબતાઈ જવા પામ્યા છે
  • ચીંતન પટેલના લગ્ન થયે ૧૧ વર્ષ થયા અને સંતાનમા ત્રણ બાળકો હોવા છતા પત્ની પતિને અવાર નવાર પૈસાની માંગણી કરીને પતિને ધાક ધમકી આપે છે
  • અગાઉ પાંચ લાખ રૂપીયા રોકડા અને ૬૦ તોલા સોનુ પતિએ આપ્યુ હોવા છતા હજી પણ મારા નામે બંગલો બનાવી આપો નહીતર ૪૯૮ ની કલમમા ફીટ કરી નાખીશ તેવી ધમકી આપીને કેનાલમા પડીને આપઘાત કરીશ તેવી રજુઆત કરે છે
  • પોલીસે આ ઉર્વશીને ઘણી સમજાવી તેમ છતા ટસની મસ થતી નથી
  • અગાઉ ઉર્વશીએ ૪૯૮ ની કલમ લગાવીને સાસુ, સસરા અને પતિને જેલની હવા ખવડાવી હતી અને પાંચ લાખ રૂપીયા આપ્યા ત્યારે જામીન ઉપર છુટકારો થયો હતો
  • આવી કળીયુગી પત્નીથી સાસરીયાવાળાઓ ત્રાહીમામ પોકારી ગયા છે
  • દહેજ ભુખી પત્નીના ત્રાસથી સાસરીયાવાળાઓની જીવતર હરામ

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here