રાજકોટ માં 2, ભાવનગરમાં 6 અને દીવમાં 1 કેસ પોઝિટિવ નોંધાયો, આરોગ્ય વિભાગે કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી

0
2

રાજકોટમાં 2, ભાવનગરમાં 6 અને દીવમાં 1 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 331 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ ધોરાજીમાં નોંધાયા છે. ધોરાજીમાં અત્યાર સુધીમાં કુલ 34 કેસ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જ્યારે રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 187 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજકોટમાં 2 કેસ પોઝિટિવ નોંધાયા

રવિરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉં.વ.4), શાંતિવન સોસાયટી-2, પંચાયતનગર ચોક
વજુભાઈ મગનભાઇ સાનુરા (ઉં.વ.58), રિદ્ધિ સિદ્ધિ સોસાયટી શેરી નં.-1, ગોંડલ ચોકડી નજીક

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સૌથી વધુ 34 કેસ પોઝિટિવ

ધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસમાં કોમ્યુનિટિ સંકમણ જેવો વધારો થતાં આરોગ્ય તંત્ર દ્વારા હવે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. ધોરાજીમાં ગુરૂવારે એક જ દિવસમાં 9 કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે અને સતત  બે દિવસમાં જ કુલ 15 કોરોના પોઝિટિવ કેસ આવવાથી શહેરીજનોમાં ડર અને ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. ધોરાજીમાં અત્યાર સુધીમાં કુલ 34 કેસ પોઝિટિવ નોંધાયા છે. ધોરાજીમાં કોરોનાનું સંક્રમણ વધતા ધોરાજીની સોની બજાર આઠ દિવસ સુધી સંપૂર્ણ બંધ પાળશે. સુરેશભાઈ લાઠીગરાએ વધુમાં જણાવ્યું હતું  કે ધોરાજીમાં કોરોનાનો કહેર અને સંક્રમણ વધુ ન વધે તે હેતુથી અમારા સોના-ચાંદી વેપારી એસોસિયેશને મહત્વનો નિર્ણય લીધો છે અને વેપારીઓએ પોતાની દુકાનો શોરૂમ તમામ ધંધા સંપૂર્ણપણે આઠ દિવસ સુધી બંધ રાખી સરકારના નિયમનું ચુસ્તપણે પાલન કરશે તેમ જણાવ્યું હતું.

ભાવનગરમાં છ પોઝિટિવ કેસ નોંધાયા 

ભાવનગરમાં વિજયરાજનગર શેરી નં .5, પ્લોટ નં .378 માં રહેતા લાભુબેન ભીખાભાઇ અણઘણ (ઉં.વ.53), વડવાનેરા પીઠવાલો ખાંચાં રહેતાં હમીદાબેન રફીકભાઇ અગરીયા (ઉં.વ.43), ઘોઘા રોડ ગાયત્રીનગર સમર્પણ સોસાયટી બ્લોક નંબર 10/3621માં રહેતા પરેશભાઇ શાંતિભાઇ ભટ્ટ (ઉં.વ.55), આર.ટી ઓ રોડ શિવોમ નગર શેરી નંબર 6 માં રહેતા કલ્યાણભાઇ જીવરાજભાઇ કુકડીયા (ઉં.વ.56), દેવબાગ ઓપેરા હાઉસમાં રહેતા દર્શિત ભરતભાઈ ડાભી (ઉં.વ.22) અને ચિત્રા જીઆઈડીસી વસાહતમાં રહેતા નવીનભાઈ પથુભાઈ ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

દીવમાં એક કેસ પોઝિટિવ નોંધાયો

દીવમાં આજે વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. દીવની SBI બેન્કમા કામ કરતા કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ દીવમાં અત્યાર સુધીમાં કુલ 15 કેસ પોઝિટિવ નોંધાયા છે.

દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરી

સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે. જેથી આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.

કોરોના સાથે જીવવાનું છે પણ ડગલેને પગલે તકેદારી સાથે

હવે કોરોનાના કેસ વધતા જ જવાના છે. જેમ જેમ લોકોનું સોશિયલ મૂવમેન્ટ વધશે તેમ કેસ પણ વધશે. લોકોએ કોરોના સાથે જીવતા શીખવાનું છે પણ તેનો અર્થ એ છે કે પૂરી તકેદારી રાખવાની છે.  સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત હોવા જોઈએ. ગુરુવારે જે મોત થયા તેમાં તમામ વૃદ્ધો હતા અને કો-મોર્બિડ કંડિશન હતી. સિનિયર સિટિઝન માટે આ રોગ જીવલેણ સાબિત થાય છે તેથી તેમણે તો ઘરની બહાર નીકળવું જ ન જોઈએ. જે વર્કિંગ પોપ્યુલેશન છે, મિડલ એજ ધરાવે છે તેમને તો કામ માટે ઘરની બહાર નીકળવું પડશે. તેમણે કામ પૂરું કરીને સીધા ઘરે જ આવવું અને ઘરેથી કામે બસ આ સિવાય કોઇ મૂવમેન્ટ કરવી નહીં, લોકોને મળવું નહીં તેમજ પ્રસંગોમાં જવું જ નહીં. :      ડો. તેજસ કરમટા, પૂર્વ સેક્રેટરી,  આઈએમએ