Tuesday, March 19, 2024
Homeડેંગીનો હાહાકાર : રાજ્યમાં શિયાળાની શરૂઆત ટાણે ડેંગીની ગરમી વધીઃ નોંધાયા અધધ...
Array

ડેંગીનો હાહાકાર : રાજ્યમાં શિયાળાની શરૂઆત ટાણે ડેંગીની ગરમી વધીઃ નોંધાયા અધધ કેસ

- Advertisement -

ડેંગી 5,961 કેસો નોંધાયા છે, આમ ગત વર્ષની સરખામણીએ આ રોગમાં 75 ટકાનો ધરખમ વધારો નોંધાયો છે. સરકારે જ ખુદ આ આંકડા જાહેર કર્યા છે પરંતુ તેમ છતાં ડેંગીને કાબુમાં લેવાની સરકારની પોકળ વાતો તેના સતત વધી રહેલા આંકડા સામે ખોટી પુરવાર થઈ રહી છે.

  • રાજ્યમાં ડેંગીના 5,961 કેસ નોંધાયા
  • અમદાવાદ સિવિલ,સોલા સિવિલમાં ડેંગીના 1,439 કેસ નોંધાયા
  • મેલેરિયાના જે 10,999 કેસ નોંધાયા છે

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકા તથા ગાંધીનગર, બનાસકાંઠા, દાહોદ, રાજકોટ, દ્વારકા, કચ્છ અને અમરેલી જિલ્લામાં ડેંગીના કેસોમાં વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં ડેંગીએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા દોઢ મહિનામા હજારો લોકો ડેંગીની ઝપેટમાં આવી ચુક્યા છે. ડેંગીના 5,961 કેસ નોંધાયા છે. આ આંકડા સરકારી છે. પણ વાસ્તવિક આંકડા આનાથી વધુ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકા તથા ગાંધીનગર, બનાસકાંઠા, દાહોદ, રાજકોટ, દ્વારકા, કચ્છ અને અમરેલી જિલ્લામાં ડેંગીના કેસોમાં વધારો જોવા મળ્યો છે. બીજી તરફ રાજ્યમાં મેલેરિયાના 10,999 કેસ નોંધાયા છે, સરકારનો દાવો છે કે, મેલેરિયાના કેસો ગત વર્ષ કરતાં 48.3 ટકા ઘટયા છે. ત્યારે અમદાવાદના એકલા સિવિલમાં જ ડેંગીના 1439 કેસ નોંધાયા છે જ્યારે રાજકોટમાં 582 કેસ નોંધાયા છે.

ડેંગીના 1,439 કેસ નોંધાયા

અમદાવાદમાં ડેંગીએ માથું ઊંચકતાં છેલ્લાં દોઢ મહિનામાં અસારવા સિવિલ અને સોલા સિવિલમાં મેલેરિયા, ફાલ્સીપેરમ સહિતની બીમારીના 4800થી વધુ અને ડેંગીના 1,439 કેસ નોંધાયા છે. સોલા સિવિલમાં છેલ્લાં દોઢ મહિનામાં 40 અને સિવિલ હોસ્પિટલમાં 12 મળીને કુલ 52 ડોક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફ ડેંગી થયો હતો. સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર સુધીમાં ડેંગીના 839 કેસ નોંધાયા હતા. જેમાં હોસ્પિટલનાં 12 ડોક્ટર્સનો પણ સમાવેશ થાય છે.

રાજકોટમાં ડેંગીની વધુ અસર
રાજકોટ જિલ્લામાં ડેંગીનો કહેર યથાવાત જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં 20 જેટલા ડેન્ગ્યુના કેસ સામે આવ્યાં છે. રાજકોટમાં મનપામાં 14 કેસ નોંધાયા છે. ત્યારે જિલ્લામાં 6 જેટલા કેસ સામે આવ્યાં છે.તો જિલ્લામાં કુલ 220 શહેરમાં 362 પોઝિટિવ કેસ નોંધાયા છે. ચાલુ સીઝનમાં જિલ્લામાં 582 કેસ નોંધાયા છે

સરકારી દાવા કેટલા વાજબી
235 વેક્ટર કંટ્રોલ ટીમો નિયુક્ત કરવાનો રાજ્ય સરકાર દ્વારા દાવો કરે છે. આ ટીમ રોગ અટકાયત માટેની કામગીરી સઘન રીતે અમલી બનાવી રહી છે. 46 જેટલા ડેન્ગ્યુ નિદાન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં વિના મૂલ્યે ડેન્ગ્યુ રોગનું નિદાન થાય છે, આવા કેન્દ્રો માટેની કિટ પણ વિના મૂલ્યે ઉપલ્બધ કરવામાં આવે છે.

સરકારની કામગીરીનું શું?
ડેન્ગ્યુ નિયંત્રણ માટે સમગ્ર રાજ્યમાં 23મી સપ્ટેમ્બરથી ઘરે ઘરે સર્વે અમલી બનાવ્યો છે. ઘરે ઘરે જઈને ફિવર સર્વેલન્સ અને મચ્છર ઉત્પત્તિ સ્થળો નાબૂદ કરવાની કામગીરી કરાઈ રહી છે, રાજ્યની કુલ વસતિના 97 ટકા વસતિ આવરી લેવામાં આવી છે. મેલેરિયાના જે 10,999 કેસ નોંધાયા છે, તેમાં 540 પી.ફાલ્સીપેરમ કેસ નોંધાયા છે, વધુ જોખમી એવા 18.6 લાખ વસતિમાં જંતુનાશક દવાના છંટકાવના બે રાઉન્ડ હાથ ધરવામાં આવ્યા છે, કાયમી પાણીના જળાશયો, સ્ત્રોતોમાં મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે પોરાભક્ષક માછલીઓ મૂકવાની કામગીરી હાથ ધરાઈ છે.

ઝોન ડેંગીના કેસ
અમદાવાદ 1633
ગાંધીનગર 858
વડોદરા 715
સુરત 430
રાજકોટ 1933
ભાવનગર 392
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular