હવામાન વિભાગની આગાહી : 25 ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમી-બફારાનું પ્રમાણ યથાવત રહેશે

0
13

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનથી વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધ્યું છે. આ સિસ્ટમની અસરથી આગામી 20 ઓકટોબર સુધી વરસાદી ઝાપટાંથી, હળવોથી મધ્યમ વરસાદ તેમજ 25 ઓકટોબર સુધી રાજ્યમાં ગરમી-બફારાનું પ્રમાણ યથાવત રહેવાના સંકેત છે. અમદાવાદનું લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 7 ડિગ્રી વધતાં લોકોએ દિવસ દરમિયાન ગરમીની સાથે અસહ્ય બફારાનો અનુભવ કર્યો હતો. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જો કે, ડિપ્રેશન હવે ઓમાન તરફ આગળ વધી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here