વડોદરામાં લવ-જેહાદ : વિધર્મી રિક્ષાચાલકે સગીરાને ફસાવી દુષ્કર્મ આચર્યું.

0
0

વાસણા રોડ પર લવ-જેહાદનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. 3 વર્ષ પહેલાં 11મા ધોરણમાં ભણતી સગીરાને 34 વર્ષના વિધર્મી રિક્ષાચાલક યુવકે પ્રેમજાળમાં ફસાવ્યા બાદ એ પુખ્ત થઈ ત્યાં સુધી તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હતું. સગીરા ગર્ભવતી થતાં તેણે ગર્ભપાત પણ કરાવ્યો હતો. આ મામલે પોલીસે યુવતીની ફરિયાદને આધારે ગુનો નોંધી રિક્ષાચાલક મોહમ્મદ તોસીફ મોહમ્મદ શરીફ કાજીની અટકાયત કરી તેનો કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ કરી હતી.

હાલ 20 વર્ષની યુવતી 2017માં 11મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તે રિક્ષા ચલાવતા મોહમ્મદ તોસીફ મોહમ્મદ શરીફ કાજી (રહે. ફિરોજનગર, વાસણા રોડ)ની રિક્ષામાં અટલાદરામાં ટ્યૂશન ક્લાસમાં જતી હતી અને જેથી તે તેના સંપર્કમાં આવી હતી. તોસીફે તેને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. સગીરાને તેના ટ્યૂશન ક્લાસમાંથી તોસીફ તેના વાસણા રોડ પર ફિરોજનગરના મકાનમાં લઈ જતો હતો અને ત્યાં વારંવાર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરતો હતો. 2017થી 2019 સુધી સગીરા જ્યાં સુધી પુખ્ત વયની થઈ ત્યાં સુધી તોસીફે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું, જેથી સગીરા ગર્ભવતી થઈ હતી. સગીરાને 4 માસનો ગર્ભ રહેતાં તોસીફે તેને ગર્ભ પડાવવાની દવા પીવડાવી ગર્ભપાત કરાવ્યો હતો. ત્યાર બાદ સગીરા સાથેના સંબંધોના ફોટા પણ પાડ્યા હતા, જે વાઇરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે પોક્સો, આઈટી એક્ટ, ગર્ભપાત અંગેની કલમ અને દુષ્કર્મનો ગુનો નોંધી તોસીફ કાજીને ઝડપી પાડ્યો હતો.

ખોટા નામથી હોસ્પિટલમાં ચકાસણી કરાવી

રિક્ષાચાલક તોસીફ 2017ના ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન ડે પછીના દિવસે સગીરાને તેના ઘેર લઈ ગયો હતો અને લગ્નની લાલચ આપી હતી. જોકે સગીરાએ પોતે સગીર હોવાનું જણાવતાં લગ્ન નહીં થઈ શકે તેમ કહેતાં તોસીફે 18 વર્ષની ઉંમર પછી કાયદેસર લગ્ન કરી ઘર આપવાની લાલચ આપી હતી. ત્યાર પછી દુષ્કર્મ કર્યું હતું. 2019ના ડિસેમ્બરમાં સગીરાને ગર્ભ રહેતાં સગીરાના ખોટા નામથી હોસ્પિટલમાં ચકાસણી કરાવી હતી અને ક્યાંકથી ગોળી લાવી સગીરાને પિવડાવતાં ગર્ભપાત થઈ ગયો હતો

સોશિયલ મીડિયા પર ફોટો મૂકી બીભત્સ કોમેન્ટ કરી ધમકી આપી

પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે તોસીફ ફોટા વાઇરલ કરવાની ધમકી આપતો હોવાથી સગીરાએ તેના વાલીઓને જાણ કરી હતી. જેથી તોસીફે ઉશ્કેરાઈ સગીરાના ફોટા તેમજ મેસેજ સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યા હતા. ઉપરાંત તેની સાથેના સગીરાનો ફોટો મૂક્યો હતો અને બીભત્સ કોમેન્ટ કરી વાઇરલ કર્યા હતા. સગીરાનું લગ્ન નક્કી થતાં આ સંબંધ તોડી નાખવા પ્રયાસો કર્યા હતા અને સગીરાના ફોટા વાઇરલ કરવાની અને મારી નાખવાની ધમકી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here