અપકમિંગ : Hero Xtreme 160R બાઇક ટૂંક સમયમાં લોન્ચ થશે, ટેસ્ટ રાઇડ માટે રજિસ્ટ્રેશન શરૂ થયું

0
4

દિલ્હી. હીરો મટોકોર્પની નવી બાઇક Hero Xtreme 160R ટૂંક સમયમાં જ લોન્ચ થવાની છે. લોન્ચિંગ પહેલાં કંપનીએ તેની ટેસ્ટ રાઇડ માટે રજિસ્ટ્રેશન શરૂ કરી દીધું છે. હીરો મોટોકોર્પે ફેબ્રુઆરીમાં આ બાઇક શોકેસ કર્યું હતું. આ બાઇક માર્ચ-એપ્રિલમાં મહિનામાં લોન્ચ થવાની હતી. પરંતુ કોરોના વાઇરસના કારણે થયેલા લોકડઉનને પગલે આ બાઇકનું લોન્ચિંગ પોસ્ટપોન રાખવામાં આવ્યું. Xtreme 160R નેકેડ બાઇક છે. માર્કેટમાં તેની ટક્કર TVS Apache RTR 160 4V, Suzuki Gixxer અને Bajaj Pulsar NS160 બાઇક્સ સાથે થશે.

સ્પોર્ટી લુક

હીરોની આ નવી સ્પોર્ટ્સ નેકેડ બાઇકમાં LED હેડલેમ્પ, LED સાઇડ ટર્ન ઇન્ડિકેટર્સ, સ્મોક્ડ આઉટ LED ટેલલેમ્પ, ઇન્ટિગ્રેટેડ પિલિયન ગ્રેબ રેલ્સ, હેઝર્ડ લાઇટ્સ, ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને સાઇડ સ્ટેન્ડ ડાઉન એન્જિન કટ ઓફ ફંક્શન્સ જેવાં ફીચર્સ મળશે. બાઇક 17 ઇંચના એલોય વ્હીલ્સ સાથે આવશે.

એન્જિન ડિટેલ્સ

Hero Xtreme 160Rમાં BS6 કમ્પ્લાયન્ટ 160cc, સિંગલ સિલિન્ડર એરકૂલ્ડ એન્જિન છે. આ એન્જિન 8,000rpm પર 15hp પાવર અને 6,500rpm પર 14Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે, નવી બાઇક ફક્ત 4.7 સેકંડમાં કલાક દીઠ 0-60 કિમીની ઝડપ પકડી લે છે. આ બાઇકનું વજન 138.5 કિલો છે.

બ્રેકિંગ અને સસ્પેન્શન

Hero Xtreme 160R બાઇકના બંને વેરિઅન્ટમાં ફ્રંટમાં 276 mm ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. ડ્યુઅલ ડિસ્ક વેરિઅન્ટમાં રિઅરમાં 220 mm ડિસ્ક બ્રેક જ્યારે સિંગલ ડિસ્ક વેરિઅન્ટમાં રિઅરમાં 130 mm ડ્રમ બ્રેક આપવામાં આવી છે. બાઇક ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ)થી સજ્જ છે. આ બાઇકના ફ્રંટમાં 37 mm ટેલિસ્કોપિક ફોર્ક્સ અને રિઅરમાં 7-સ્ટેપ અડજસ્ટેબલ મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. બાઇકનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170mm છે.